શેરડીમાં આંતરપાક પધ્ધતી અપનાવો

  • શેરડી લાંબાગાળાનો પાક હોય ટુંકાગાળાના આંતરપાક લેવામાં આવે તો શેરડીના પાકને માઠી અસર થયા  વગર વધારાની આવક મેળવી શકાય છે.
  • શેરડીની રોપણી ઓકટોબર થી ડીસેમ્બર દરમિયાન કરવામાં આવે ત્યારે શેરડીની બે હાર વચ્ચે ડુંગળી અથવા લસણ અથવા ઘઉંની બે-ત્રણ હાર કરવાની ભલામણ છે.

  • શેરડીની રોપણી જાન્યુઆરી-ફેબ્રુઆરી દરમિયાન કરવામાં આવે ત્યારે ૯૦ સે.મી.ના અંતરે વાવેલ                શેરડીમાં આંતરપાક તરીકે ઉનાળુ તલ અથવા મગ અથવા અડદની એક હારનુ વાવેતર કરવુ જોઈએ.