શેરડીની સફળ ખેતી માટે આટલું અવશ્ય કરો

  • પરિપકવ તથા લામ પાકોનો બિયારણ માટે ઉપયોગ ન કરો.
  • સુકારા અને રાતડા પ્રતિકારક જાતો  (કો-૮૭ર૬૩, કો-૬૮૦૬, કો-એલ.કે-૮૦૦૧,   કો.એન.-૯૧૧૩ર અને કો- ૮૭ર૬૩) નું વાવેતર કરો.
  • રોગો અને જીવાતગ્રસ્ત બિયારણનો ઉપયોગ ન કરો.
  • બિયારણ ગરમ ભેજવાળી હવા અને પારાયુકત દવાની માવજત આપ્યા બાદ જ રોપણી કરવી.
  • શેરડી પછી જે તે વિસ્તારને અનુકુળ પાક ફેરબદલી કરો.
  • ભલામણ મુજબ રોપણી અંતર અને બિયારણનો દર રાખી સમયસર રોપણી કરો.
  • સેન્દ્રીય અને જૈવિક ખાતરોનો ઉપયોગ મહતમ  કરો.
  • જે-તે વિસ્તારને અનુકુળ ભલામણ મુજબ આંતરપાક જેવા કે, લસણ, ડુંગળી, ધઉં અને ઉનાળુ મગ, તલ, અડદ વગેરે પાક લેવા.
  • શેરડીના પાકને શરૂઆતમાં ૪ થી પ મહિના સુધી અવશ્ય નિંદામણ મુકત રાખો.
  • રોગ જીવાતોના અસરકારક નિયંત્રણ માટે સંકલિત રોગ-જીવાત નિયંત્રણ વ્યવસ્થા અપનાવો.
  • પ્રવર્તમાન રોગ અને જીવાતોના પ્રશ્નોને ધ્યાનમાં રાખી કોઈપણ સંજોગોમાં એક કરતા વધુ લામ પાક ન લેવા.