શેરડીના બીજની પસંદગી અને રોપણી

બીજ પસંદગી અને દર

શેરડીનું  તંદુરસ્ત બીયારણ દસ માસના રોપાણ પાકમાંથી પસંદ કરી સાંઠાની ઉપરનો ર/૩ ભાગ રોપવા માટે ઉપયોગમાં લેવો. બીયારણનો દર પ્રતિ હેકટર ૩૦,૦૦૦  થી  ૩પ,૦૦૦ ત્રણ આંખવાળા અથવા બે આંખવાળા હેકટરે પ૦,૦૦૦ ટુકડા રોપવા. (-૯ ટન/ હે.)

 

રોપણી અંતર : શેરડીનું મહતમ ઉત્પાદન મેળવવા માટે બે હાર વચ્ચે ૯૦ સે.મી. નાં અંતરે રોપણી કરવી. શેરડીની વહેલી પાકતી જાત કો ૮૩૩૮ માટે બે હાર વચ્ચે ૭પ સે.મી. અનુકૂળ છે.