રોગ અને જીવત અને તેનું નિયંત્રણ

સફેદ માખી :

શેરડીના ખેતરમાં વધુ પ્રમાણમાં પાણી ભરાઈ રહેતું હોય તો પાણીના નિકાલની વ્યવસ્થા કરવી. સફેદ માખીના અસંખ્ય બચ્ચા અને કોશેટા ધરાવતા પાન થોડા થોડા સમયે કાઢી નાખવા. વધુ ઉપદ્રવ જણાય તો પ્રવાહી જંતુનાશક દવા એસીફેટ ૭પ એસ.પી. ૬ ગ્રામ, ડાયકલોરોવોશ ૭૬ ઈસી ૩ મી.લી, કવીનાલફોસ રપ ઈસી ૧ર મી.લી, ટ્રાયઝોફોસ ૪૦ ઈસી ૧ર મી.લી પૈકી કોઈપણ એક દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. આ જીવાતના પરભક્ષી દાળીયા કીટકોની વસ્તી ખેતરમાં જોવા મળે તો જંતુનાશક દવાનો છંટકાવ કરવો નહી.

 

શેરડીના ફુદફુદીયા (પાયરીલા) :

આ કીટકના બચ્ચા કે પુખ્તની સંખ્યા એક પાન ઉપર ૭ થી ૧૦ ની જણાય ત્યારે ડાયમીથોએટ ૩૦ ઈસી ૧૦ લીટર પાણીમાં ૧૦ મીલી અથવા ફેનીટ્રોથીઓન પ૦ ઈસી ૧૦ લીટર પાણીમાં ૧૦ મીલી ભેળવી છંટકાવ કરવો.

પાયરીલાના જૈવિક નિયંત્રણ માટે પરોપજીવી કીટકો જેવા કે ટેસ્ટાસ્ટીકસ પાયરીલી તેમજ લેન્ટોડાયન્સ પાયરીલીનો ઉપયોગ કરવો.

 

રાતડો,સુકારો,ચાબુક આંજીયા અને ટુકડાનો સડો        

સંકલિત રોગ નિયંત્રણ :

* રોગ પ્રતિકારક જાતના બીયારણને ગરમીની માવજત આપ્યા બાદ ત્રીસ્તરીય બીજ ઉત્પાદન કાર્યક્રમથી નીચે તૈયાર કરેલ પ્રમાણિત રોગમુકત બિયારણને પારાયુકત દવા ર ગ્રામ પ્રતિ લીટર અથવા કાર્બેન્ડેઝીમ દવા ર ગ્રામ પ્રતિ લીટર પાણીના દ્રાવણમાં પ થી ૧૦ મીનીટ પલાળ્યા બાદ રોપણી કરવી. આથી બિયારણ મારફત ફેલાતા રોગોનું નિયંત્રણ થાય છે. રોગવાળા ખેતરમાંથી બિયારણ ન લેવું, લામ પાક ન રાખવો અને પાકની ફેરબદલી બાદ શેરડીની પ્રમાણિત પ્રતિકારક જાતનું વાવેતર કરવું.

સુકારા અને રાતડા રોગના જૈવિક નિયંત્રણ માટે ટ્રાઇકોડરમાં વીરીડી અથવા ટ્રાઇકોડરમાં લોન્ગીબ્રેયાટમ અથવા ટ્રાઇકોડરમાં હરજીએનમ જેવી જૈવિક નિયંત્રણ કરતી ફુગનો ઉપયોગ કરવો.

. ટોચનો સડો  (પોખા બોંગ/ ટોપ રોટ) :

વધુ પ્રમાણમાં આ રોગનો ઉપદ્રવ જણાય તો કાર્બેન્ડેઝીમ ફુગનાશક પ ગ્રામ ૧૦ લીટર પાણી પ્રમાણે દ્રાવણ બનાવીને છંટકાવ કરવાથી સારો ફાયદો થાય છે.

. ગેરૂ  રોગ :

મેન્કોઝેબ ફુગનાશક દવા ૩૦ ગ્રામ ૧૦ લીટર પાણી પ્રમાણે દ્રાવણ બનાવી છંટકાવ કરવો.