પિયત વ્યવસ્થાપન

  • શેરડીનો પાક લાંબાગાળાનો છે અને જમીન તેમજ હવામાન પ્રમાણે પિયતની જરૂરીયાત જુદી-જુદી રહે છે. કાળી જમીનમાં પાકને ૧૪ પિયત આપવા.
  • પિયત શિયાળામાં રર થી રપ દિવસે અને ઉનાળામાં  ૧પ થી ૧૮ દિવસના ગાળે આપવા.
  • મધ્ય ગુજરાતની ગોરાડુ જમીનમાં હેકટરે ૧૦ ટન શેરડીની પતરી મલ્ચ તરીકે પાથરી ૧૬-૧૭ પિયત,  ફેબ્રુઆરી સુધી ૧૮-ર૦ દિવસના ગાળે, માર્ચ-એપ્રીલ દરમ્યાન ૮-૧૦ દિવસના ગાળે પાણી આપવુ.
  • દક્ષિાણ સૌરાષ્ટ્રમાં શેરડીની પતરીનો મલ્ચ તરીકે ઉપયોગ કરી (પ-૧૦ટન /હેકટર) ૩૪ પિયત આપવા. ઉનાળા દરમ્યાન ૮-૧૦ દિવસનાં ગાળે અને શિયાળા દરમ્યાન ૧પ-૧૭ દિવસના ગાળે પિયત આપવા.
  • શેરડીના પાકમાં ટપક પધ્ધતિ અપનાવવાથી પાણીનો બચાવ થાય છે અને ખાતરની કાર્યક્ષમતા વધે છે. ટપક પધ્ધતિથી પિયત આપવા માટે શેરડીની રોપણી જોડિયા હાર પધ્ધતિમાં (૬૦ : ૯૦ :૬૦ સે.મી.) કરવી અને દરેક જોડિયા હાર વચ્ચે લેટરલ ગોઠવી પાકને  પિયત આપવું.