શેરડીનું વાવેતર કરતી વખતે બીજની માવજત

*  શેરડીના પાકમાં તેના બિયારણનો ખર્ચ વધુ હોય છે અને  રોગો પણ શેરડીના કટકા/ બિયારણથી ફેલાતાં હોય છે. આથી વાવેતર પહેલાં બિયારણને માવજત આપવામાં કાળજી રાખવી જોઈએ.

* શેરડીનાં કાતળા સાથે ફેલાતી ભીંગડાવાળી જીવાત અને ચીટકોના નિયંત્રણ માટે કાતળાને મેલોથીઓન ર૦ મીલી. અથવા ડાયમિથોએટ ૧૦ મી.લી. ૧૦ લીટર પાણીના દ્રાવણમાં પ થી ૧૦ મિનિટ બોળીને, રોપણી કરવી.

*  રાતડો, સુકારો, ચાંબુક આંજીયો વિગેરે જેવાં રોગોનું અસરકારક રીતે નિયંત્રણ કરવા બીજને ગરમ ભેજવાળી હવાની માવજત આપવી. આ માટે પ૪˚ સેન્ટીગ્રેડ ઉષ્ણતામાન અને ૮પ ટકા ભેજ જાળવી ૪ કલાક માવજત આપવી તથા પારાયુકત દવા ર૦ ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ર૦ ગ્રામ ૧૦ લીટર પાણીના દ્રાવણમા કાતળાંને પ થી ૧૦ મિનિટ ડુબાડી રાખ્યા બાદ રોપણી કરવી જોઈએ.