ખાતર વ્યવસ્થાપન

સેન્દ્રીય ખાતર : શેરડીનું વધુ ઉત્પાદન અને ખાંડનો ઉતારો મેળવવા માટે હેકટર  દીઠ રપ ટન છાંણીયુ ખાતર આપવુ જોઈએ.

છાણીયા ખાતરની અવેજીમાં હેકટરે ૬રપ કિ.ગ્રા. દીવેલીનો ખોળ અથવા ૧૧ ટન પ્રેસમડ આપવુ અથવા શણનો  લીલો પડવાસ કરવો.

જૈવિક ખાતર : શેરડીની રોપણી બાદ ૩૦ અને ૬૦ દિવસે દરેક વખતે ર કિ.ગ્રા. એઝેટોબેકટર કલ્ચર આપવાથી રપ ટકા નાઈટ્રોજનનો બચાવ થઈ શકે છે. એઝેટોબેકટર કલ્ચર ૧૦૦ કિ.ગ્રા. છાણીયા ખાતર સાથે ભેળવી થોડા પાણીનો છંટકાવ કરી એક રાત રાખ્યા બાદ આપવુ.

રાસાયણીક ખાતર : શેરડીના પાકને હેકટર દીઠ રપ૦ કિ.ગ્રા. નાઈટ્રોજન, ૧રપ કિ.ગ્રા. ફોસ્ફરસ અને ૧રપ કિ.ગ્રા. પોટાશ આપવાની ભલામણ છે.