શેરડી માં આવતા રોગો અને તેનું નિયંત્રણ

૧) શેરડીનો રાતડો અને સૂકારો:
1, રાતડા રોગનાં જૈવિક નિયંત્રણ માટે ટ્રાઈકોર્ડમાં વીરીડી અથવા ટ્રાઈકોર્ડમાં હારજીયાનમ ભેળવેલ છાણીયું ખાતર હેકટરે ૯ ટન જેટલું જમીનમાં ભેળવવું.
2, શેરડીનાં મોટા ભાગનાં રોગો બીજ મારફતે ફેલાતા હોવાથી બિયારણ તરીકે રોગમુકત તંદુરસ્ત બીજની પસંદગી કરી તેને બીજની માવજત આપવી.
3, બીજના ઉપયોગમાં લેવાનાર શેરડીનાં ટૂકડાને પ૦ ટકાવાળી ૧૦ ગ્રામ કાર્બેન્ડેઝીમ દવા એક લીટર પાણીમાં ઓગાળી ૧૦ મીનીટ બોળીને વાવેતર કરવું.
4, રોગ પ્રતિકારક જાતો વાવેતર માટે પસંદ કરવી, ખાસ કરીને સૂકારા અને રાતડા માટે રોગ પ્રતિકારક શકિત ધરાવતી જાત-૭૩૩૮ અથવા સૂકારા, રાતડો અને ચાબુક આંજિયાના રોગની સામે પ્રતિકારક શકિત ધરાવતી જાત કો-૬૮૦૬ વાવવી.
ર) ચાબુક આંજીયો:
1, રોગમુકત તંદુરસ્ત શેરડીનાં ટુકડાને પ૦ ટકાવાળી ૧૦ ગ્રામ કાર્બેન્ડેઝીમ દવા એક લીટર પાણીમાં ઓગાળી ૧૦ મીનીટ બોળીને વાવેતર કરવું.
2, ચાબુક અંગારીયાનાં રોગમાં શેરડીની ચાબુક ફરતે આવેલું ચળકતું આવરણ ફાટે તે પહેલા તેવા છોડને ખોદીને બાળી નાખી નાશ કરવો.
3, રોગ પ્રતિકારક જાતો વાવેતર માટે પસંદ કરવી.
૩) ઘાસીયા જડીયા:
1, રોગ ફેલાવતા કિટકોનાં નાશ માટે શોષક પ્રકારની જંતુનાશક દવાનો અવારનવાર છંટકાવ કરવો.
૪) લામ વામતા (રટુન સ્ટન્ટીંગ):
1, રોગ ફેલાવતા કિટકોનાં નાશ માટે શોષક પ્રકારની જંતુનાશક દવાનો અવારનવાર છંટકાવ કરવો.
2, લામ પાક ન લેવો.