પાક સંરક્ષણ

જીવાત અને તેનું નિયંત્રણ

દિવેલાની જુદી જુદી જીવાતોથી આશરે ર૦% જેટલું નુકશાન થાય છે. તેથી તેનું નિયંત્રણ કરવું ખૂબજ જરૂરી છે. સામાન્‍ય રીતે દિવેલામાં  ઘોડીયા ઈયળ, ગાંગડા કોરી ખાનારી ઈયળ, પ્રોડેનીયા, તડતડીયા, થ્રિપ્‍સ અને સફેદ માખી મુખ્‍ય જીવાતો છે. ઘોડીયા ઇયળોના નિયંત્રણ માટે

  • આ ઈયળનો ઉપદ્રવ ઓગષ્‍ટ - સપ્‍ટેમ્‍બર માસમાં વધુ જોવા મળે છે. ઈયળો પાન ખાઈ જાય છે. વધુ ઉપફ્‍વ હોય તો છોડ પાન રહિત બને છે. ડોડવા કોરી ખાનાર ઈયળો છોડને કુમળી અવસ્‍થામાં થડમાં કાણા પાડે છે. ડોડવા બેઠા પછી ડોડવાને કાણા પાડી ગર્ભ ખાઈ જાય છે. આ ઇયળોના નિયંત્રણ માટે નીચે મુજબના પગલાં લેવાં.
  • ઉનાળામાં જમીનમાં  ઉંડી ખેડ કરવી.
  • ઈયળો ઓછી હોય તો હાથ વડે વીણી લેવી.
  • ૧પમી ઓગષ્‍ટ પછી વાવેતર કરવું.
  • કવીનાલફોસ (૦.૦પ%) ર૦ મી.લી. ૧૦ લીટર પાણીમાં ઓગાળી ૧પ દિવસના અંતરે બે છંટકાવ કરવા.

તડતડીયા, થ્રીપ્‍સ અને સફેદ માખીના નિયંત્રણ માટે મોનોક્રોટોફોસ (૦.૦પ%) ૧પ મી.લી. અથવા ડાયમીથોએટ (૦.૦૩%) ૧પ મી.લી. ૧૦ લીટર પાણીમાં ઓગાળી ૧પ દિવસના અંતરે જરૂરીયાત મુજબ છંટકાવ કરવો.સફેદ માખીના નિયંત્રણ માટે એસિટામેપ્રાઈડ ર૦ એસ. પી. ૩ ગ્રામ૧૦ લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો.