દિવેલા પાકને જીવનકાળ દરમિયાન જમીનની પ્રત અને ભેજ સંગ્રહ શકિત મુજબ ૬ થી ૮ પિયતની જરુર પડેછે. જેમાં પ્રથમ ચાર પિયત વરસાદ બંધ થયા પછી ૧પ-ર૦ દિવસના ગાળે તથા બાકીના પિયત ર૦-રપ દિવસના ગાળે આપવા. પાણીની અછતવાળા ઉત્તર ગુજરાત વિસ્તારમાં ટપક સિંચાઈ પઘ્ધતિથી પિયત આપવું. જેનાથી ર૪ ટકા પાણી બચે છે તથા ૩૬ ટકા વધુ ઉત્પાદન મળે છે. આ પઘ્ધતિથી આંતરા દિવસે ઓકટો-નવેમ્બર માસમાં ૪૦ મિનિટ તથા ડિસેમ્બરથી ફેબ્રુઆરી માસ દરમિયાન ૩૦ મિનિટ પાણી આપવું. દ૧િાણ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ટપક સિંચાઈ પઘ્ધતિથી ર૯ ટકા પિયત પાણીનો બચાવ થાય છે તથા ૪૩ ટકા વધુ ઉત્પાદન મળે છે. જયારે મઘ્ય ગુજરાતમાં ટપક સિંચાઈ પઘ્ધતિથી ૭૩% પાણીની બચત થવા ઉપરાંત ર૩% જેટલું વધારે ઉત્પાદન મળે છે. ટપક પઘ્ધતિથી પાણીની સાથે સાથે નાઈટ્રોજન યુકત ખાતર આપવાથી પણ વધારે ઉત્પાદન મળે છે.
પિયત વ્યવસ્થાપન
દિવેલા