આંતર ખેડ અને નિંદામણ

દિવેલાના પાકમાં શરૂઆતના ૪પ દિવસ સુધી નિંદામણ ન કરવામાં આવે તો ૩૦ થી ૩ર ટકા જેટલું ઉત્‍પાદન ઘટે છે. આથી પાકને શરુઆતમાં નિંદામણ મુકત રાખવો બે આંતર ખેડ તથા એક થી બે વખત હાથથી  નિંદામણ કરવું. દિવેલામાં ૬૦ દિવસ પછી મુખ્‍ય માળ આવી જતા તથા ડાળીઓમાં પણ માળો ફુટતી હોવાથી ત્‍યાર બાદ આંતરખેડ કરવી નહિં. મજૂરોની અછતની પરિસ્‍થિતિમાં પેન્‍ડીમીથાલીન અથવા ફલુકલોરાલીનનો ૦.૯ કિ.ગ્રા./હે. સક્રિય તત્‍વ મુજબ બીજની વાવણી બાદ તુરંત જ પરંતુ બીજ અને નિંદામણના સ્‍ફૂરણ પહેલાં (પ્રિ-ઈમરજન્‍સ તરીકે)  છંટકાવ કરવો