પાયાનું ખાતર

દિવેલા લાંબા ગાળાનો પાક હોઈ વધુ ઉત્‍પાદન મેળવવા તથા જમીનની ફળદૂ્રપતા જાળવી રાખવા માટે હેકટર દીઠ ૧૦ ટન છાણીયુ ખાતર કે એક ટન દિવેલી ખોળ જમીન તૈયાર કરતી વખતે ચાસમાં આપવો. આ બન્‍ને ન મળી શકે તો જુનના પ્રથમ અઠવાડિયે ગુવાર કે શણનો લીલો પડવાશ કરવો. દિવેલાના પાક માટે કુલ ૧ર૦ કિ.ગ્રા. નાઈટ્રોજન તથા રપ કિલોગ્રામ ફોસ્‍ફરસ પ્રતિ હેકટર રાસાયણિક ખાતર આપવું. તેમાંથી ૪૦ કિ.ગ્રા. નાઈટ્રોજન તથા રપ કિ.ગ્રા. ફોસ્‍ફરસ / હેકટર, પાયાનું ખાતર ચાસમાં ૭ થી ૮ સે.મી. ઉંડે  આપવું. બાકીનો ૮૦ કિલોગ્રામ નાઇટ્રોજન વાવણી બાદ ૪૦-પ૦ દિવસે અને ૭૦-૮૦ દિવસે બે સરખા હપ્‍તામાં આપવુંૃ. જી.સી.એચ.૭  દિવેલાની સુકારા સામે પ્રતિકારક અને વધુ ઉત્‍પાદન આપતી જાતને ૧૮૦ : ૩૭.પ : ર૦ કિલો નાફોપો /હે આપવો. નાઇટ્રોજન ચાર સરખા હપ્‍તામાં વાવણી સમયે તથા વાવણી બાદ ૪૦-પ૦, ૭૦-૮૦ અને ૧૦૦-૧૧૦ દિવસે સરખા હપ્‍તામાં જમીનમાં ભેજ હોય ત્‍યારે આપવાથી વધારે ઉત્‍પાદન મળે છે. છેલ્‍લા સંશોધન પ્રમાણે દિવેલાના પાકને એકલા રાસાયણિક ખાતર આપવા કરતાં નીચે પ્રમાણે સંકલીત ખાતર આપવાથી વધુ ઉત્પાદન તથા આવક મળે છે. તેમજ જમીનની ફળદૂ્રપતા પણ જળવાઈ રહે છે.

  • ૭પ% રા.ખા. +  રપ% નાઈટ્રોજન છાણીયા ખાતરમાંથી + લીલો પડવાશ.
  • ૭પ% રા.ખા. + રપ% નાઈટ્રોજન છાણીયું ખાતરમાંથી કે રપ% નાઈટ્રોજન દિવેલી ખોળ ઘ્‍વારા અથવા લીલો પડવાશ કરીને.

૭પ% રા.ખા. + રપ%  નાઈટ્રોજન છાણીયા ખાતર ઘ્‍વારા + એઝોસ્‍પીરીલમ કલ્‍ચરની બીજ માવજત (પ૦ ગ્રામ કલ્‍ચર એક કિલો બીજ માટે).

      જમીન જો સલ્‍ફર તત્‍વની ઉણપવાળી હોય તો હેકટરે ર૦ કિ.ગ્રા. સલ્‍ફર (૧રપ કિ.ગ્રા. જીપ્‍સમના રુપમાં) આપવાથી ઉત્‍પાદનમાં વધારો થાય છે. જમીનમાં લોહ ( ૪.૧પપીપીએમ ) અને જસત (૦.૪ પીપીએમ) ની ઉણપ હોય તેવી જમીનમાં દિવેલાનું  વધુ ઉત્‍પાદન મેળવવા માટે જમીનના ચકાસણી અહેવાલ અનુસાર હેકટર દીઠ ૧પ કિ.ગ્રા. ફેરસ સલ્‍ફેટ અને ૮ કિ.ગ્રા.  ઝીંક સલ્‍ફેટ આપવું. અથવા સરકાર માન્‍ય ગ્રેડ પ સુ૧મ તત્‍વ મિશ્રણ વાવણી સમયે પાયામાં  ર૦ કિ.ગ્રા. / હેકટર આપવું (જેમાં  ર% લોહ, ૦.પ%  મેન્‍ગેનીઝ, પ%  જસત૦.ર%  તાંબુ  અને  ૦.પ%  બોરોન હોય)