બીજની પસંદગી અને માવજત

બીજની પસંદગી

ગુજરાત રાજયના ખેડૂતોને વધુ ઉત્‍પાદન લેવા દિવેલાની નીચે મુજબની સુધારેલ હાઈબ્રીડ જાતો વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે.

જાત/સંકરજાતનું નામ

બહાર પડયાનું વર્ષ

ઉત્‍પાદન કિ.ગ્રા./હે

ઓળખવાᅠમાટેનાᅠખાસᅠલ૧ાણોᅠખાસીયતો

જીએયુસી-૧

૧૯૭૩

૧ર૪ર

લીલુંᅠથડ,ᅠ દ્રિછારીય,,ᅠમોટાᅠકદના કાંટાવાળા ગોગડા, બિનપિયતમાં અનુકૂળ છે.

જીસી-ર

૧૯૯૪

૧૭૦૭

ત્રિછારીય, લાલ થડ, પિયત- બિનપિયત ખેતી માટે ભલામણ કરેલ છે

જીએયુસીએચ-૧

૧૯૭૩

૧પ૧૮

લીલુ થડ, ત્રિછારીય, કાંટાવાળા ગોગડા, પિયત-બિનપિયત ખેતી માટે અનુકૂળ છે

જીસીએચ-ર

૧૯૮૪

૧૭૪૭

લીલુ લાલ છાંટવાળું  થડ, ત્રિછારીય, કાંટાવાળા ગોગડા, લાંબી ધરૂમાળો ધરાવતી, મૂળના કહોવારા સામે પ્રતિકારકતા તથા પિયત/બિનપિયતમાં અનુકૂળ જાત છે.

જીસીએચ-૪

૧૯૮૬

૧૯૮પ

લાલ થડ, ત્રિછારીય, અર્ધ કાંટાવાળા ગોગડા, સુકારા સામે પ્રતિકારકતા, પિયત ખેતી માટે વધુ  અનુકૂળ છે.

જીસીએચ-પ

૧૯૯પ

ર૮ર૬

લાલ થડ, દ્રિછારીય,, મોટાકદના કાંટાવાળા ગોગડા, મોડી વાવણી માટે પિયત તથા બિનપિયત માં   અનુકૂળ જાત, લાંબી ઘરૂમાળો તથા સુકારા સામે પ્રતિકારક શકિત ધરાવે છે.

જીસીએચ-૬

૧૯૯૯

ર૩રપ

લાલ થડ, ત્રિછારીય, કાંટાવાળા ગોગડા, મૂળના કહોવારા સામે પ્રતિકારક, બિન પિયત માટે અનુકૂળ છે.

જીસીએચ-૭

ર૦૦૬

૩૦૦૦

લાલ થડ, ત્રિછારીય, અર્ધ કાંટાવાળા ગોગડા, ગાંઠો ઉપર નેકટરી ગ્‍લેન્‍ડ, સૂકારા-કૃમિ અને મૂળના કહોવારા રોગ સામે  પ્રતિકારક શકિત ધરાવે છે. વધુ ડાળીઓ, પિયતમાં વધુ અનુકૂળતા તથા વધુ ઉત્‍પાદન આપતી જાત છે.

જીસી-૩

ર૦૦૭

ર૩૪૦

લાલ થડ, ત્રિછારીય, કાંટાવાળા ગોગડા, સૂકારા સામે પ્રતિકારક જાત પિયત -  બિનપિયત ખેતીમાં અનુકૂળ જાત તથા હાઈબ્રીડ જાત જેટલું ઉત્‍પાદન આપે છે.

જીસીએચ-૮

ર૦૧૭

૩૬૮૦

સુકારા તેમજ મુળના કોહવારા સામે પ્રતિકારક શકિત ધરાવે છે

જીસીએચ-૯

ર૦૧૭

૩૭૮૧

સુકારા તેમજ મુળના કોહવારા સામે પ્રતિકારક શકિત ધરાવે છે અને ચુસીયા જીવાતો સામે સહનશીલતા ધરાવે છે.

 

 

બીજની માવજત

બીજને ફૂગનાશક દવા થાયરમ અથવા કાર્બેન્‍ડેઝીમ ૩ ગ્રામ પ્ર્રતિ કિલો બીજ દીઠ પ્રમાણે પટ આપી વાવણી કરવી. દિવેલાની હાઈબ્રીડ જાતો માટે પ્રમાણિત બિયારણ વાપરવાનો  વધુ આગ્રહ રાખવો જેથી અન્‍ય કોઈ પ્રશ્‍ન ઉપસ્‍થિત થાય નહીં.  

વાવણી સમય

પિયત ખેતી માટે દિવેલાની વાવણી ૧પ મી  ઓગષ્‍ટ પછી  કરવાથી પાકને ઘોડીયા ઈયળ તથા ડોડવા કોરી ખાનાર ઈયળોના ઉપદ્રવથી બચાવી શકાય છે. આમ છતાં જુદી જુદી જાતો પ્રમાણે ભલામણો નીચે પ્રમાણે છે.

 

જીએયુસીએચ.૧

 

જુલાઈના અંતથી ૧પ ઓગષ્‍ટ સુધીમાં વાવણી કરવી.

જી.સી.એચ.ર

જી.સી.એચ.૬

જી.સી.એચ.૪

ઓગષ્‍ટ મઘ્‍યમાં  વાવણી કરવી.

જી.સી.એચ.પ

ઓગષ્‍ટ મઘ્‍યથી સપ્‍ટેમ્‍બરના પ્રથમ પખવાડિયા સુધીમાં વાવણી કરવી. રવિ દિવેલાની વાવણી ૧પ ઓકટોમ્‍બર આસપાસ  કરવી. રવિ ઋતુની વાવણી માટે જી.સી.એચ.પ જાત ભલામણ કરેલ છે.

જી.સી.એચ.૭

જીસીએચ-૯

ખરીફ દિવેલાની વાવણી ઓગષ્‍ટના  બીજા પખવાડિયા સુધીમાં  કરવી.

 

બિન પિયત દિવેલાની વાવણી, વાવણી લાયક વરસાદ થયેથી જુલાઈ માસના બીજા પખવાડિયામાં કરવી. મોડી વાવણી કરવાથી ઉત્‍પાદન ઘટે છે.