દિવેલા ની ભલામણો

૧) ખારી જમીનમાં એરંડાની જુદી-જુદી જાતના વાવેતર માટે જમીન સુધારકોની ભલામણ આથી દક્ષિણ સૌરાષ્‍ટ્ર ખેત આબોહવાકિય વિસ્‍તારના ખારાશ યુકત પિયતથી દિવેલા વાવતા ખેડૂતોને જીસી-૩ જાત વાવવાની સાથે જમીનમાં છાણિયું ખાતર ૧૦ ટન પ્રતિ હેકટર અને જીપ્‍સમ તેની જરૂરીયાતના ૫૦ ટકા પ્રમાણે ભલામણ કરેલ રાસાયણિક ખાતર સાથે આ૫વાની ભલામણ કરવામાં આવે છે.
૨) દિવેલાના પાક માટે પોટેશિયમ અને જસતની ખેડુતોને ભલામણ આથી દક્ષિણ સોરાષ્‍ટ્રની ચુનાયુકત મઘ્‍યમ કાળી જમીનમાં દિવેલા વાવતા ખેડુતોનેભલામણ કરવામા આવે છે કે, દિવેલાના પાકમાં વાવણી ૫હેલા ભલામણ કરેલ રાસાયણીક ખાતરનો જથ્‍થો (ના.ફો.પો. ૭૫:૫૦:૦૦ કિ.ગ્રામ ) ઉ૫રાંત હેકટરે ૫૦ કિ.ગ્રામ પોટાશ અને ૫૦ કિ.ગ્રામ ઝીંક સલ્‍ફેટ આ૫વાથી દિવેલાનુ અર્થક્ષમ ઉત્પાદન મેળવી શકાય છે.
૩) દિવેલાના પાક વાવતા ખેડુંતો માટે મલ્‍ટિમાઈક્રોન્‍યુટ્રીઅન્‍ટ આ૫વાની ભલામણ દક્ષિણ સૌરાષ્‍ટ્ર ખેત-આબોહવાકીય વિસ્‍તારની મઘ્‍યમ કાળી ચુના યુકત જમીનમાં દિવેલા વાવતા ખેડૂતોને વધારે ઉત્પાદન અને ચોખ્‍ખી આવક મેળવવા માટે જમીનના પૃથ્‍થકરણ પ્રમાણે જમીનમાં સુ૧મ તત્‍વો અથવા સુ૧મ તત્‍વોનો ગ્રેડ-૪ ના ૧% દ્રાવણના ૪ છંટકાવ (૪૫, ૬૦, ૭૫ અને ૯૦ દિવસે) ઉ૫રાંત ભલામણ કરેલ રાસાયણીક ખાતર (૭૫-૫૦-૫૦ ના.-ફો.-પો. કિ.ગ્રા./હે.) આ૫વાની ભલામણ કરવામાં આવે છે.