દિવેલામાં આવતા રોગો અને તેનું નિયંત્રણ

૧. સુકારો :

આ રોગ ફયુઝેરીયમ ઓકસીસ્પોરમ નામની જમીન જન્ય ફુગથી થાય છે.
રોગ નિયંત્રણ :
1. લાંબા ગાળા સુધી પાકની ફેરબદલી કરવી.
2. ઉનાળામાં ઉંડી ખેડ કરવી.
3. રોગ પ્રતિકારક જાતની વાવણી માટે પસંદગી કરવી જેવી કે જી.સી.એચ.-૭
4. વાવણી માટે સરકાર દવારા પ્રમાણિત થયેલ બિયારણ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ.
5. બીજને વાવતાં પહેલા થાયરમ કે કેપ્ટાન દવાનો ૩ થી ૪ ગ્રામ પ્રતિ કિલો, બીજ માવજત આપવો.
6. લીમડા કે દિવેલાનો ખોળ ચાસમાં આપવાથી રોગનો વધુ ફેલાવો અટકાવી શકાય છે.
7. ટ્રાયકોડર્માયુકત પાવડર પ કિ.ગ્રા રાયડા/લીમડાનાં ખોળ પ૦૦ કિગ્રા /હે સાથે મિશ્ર કરી દિવેલા વાવતા પહેલા આપવાથી આ રોગના નિયંત્રણમાં ફાયદો થાય છે.
8. સેન્દ્રીય ખાતર તેમજ લીલો પડવાશ વધારે કરવો જોઈએ.

ર. મૂળનો કોહવારો
આ રોગ મેક્રોફોમીના ફેઝયોલીના નામની ફુગથી થાય છે.
રોગ નિયંત્રણ :
1. આ રોગ જમીન જન્ય હોવાથી લાંબા ગાળા સુધી પાકની ફેરબદલી કરવી.
2. ઉનાળામાં ઉંડી ખેડ કરવી, જેથી જમીનની અંદર રહેલ રોગપ્રેરક ફુગનો નાશ કરી શકાય.
3. રોગ પ્રતિકારક જાતની વાવણી માટે પસંદગી કરવી.
4. બીજને વાવતાં પહેલા થાયરમ કે કેપ્ટાન દવાનો ૩ થી ૪ ગ્રામ પ્રતિ કિલો બીજ મુજબ પટ આપવો.
5. રોગિષ્ટછોડને મૂળ સાથે ઉપાડી બાળીને નાશ કરવો.
6. લીમડા કે દિવેલાનો ખોળ ચાસમાં આપવાથી રોગનો વધુ ફેલાવો અટકાવી શકાય છે.
7. મુળના કોહવારાના રોગની શરૂઆત થતાં પિયત સાથે તાંબાયુકત ફુગનાશક (કોપર ઓકસીકલોરાઈડ પ૦% વે.પા.) દવા ૧૦ લિટર પાણીમાં ૪૦ ગ્રામ પ્રમાણે દ્રાવણ બનાવી રોગની અસર પામેલા છોડની ફરતે રેડવું.
8. ટ્રાયકોડર્માયુકત પાવડર પ કિ.ગ્રા રાયડા/લીમડાનાં ખોળ પ૦૦ કિ.ગ્રા /હે.સાથે મિશ્ર કરી દિવેલા વાવતા પહેલા આપવાથી રોગનો વધુ ફેલાવો અટકાવી શકાય છે.
9. સેન્દ્રીયખાતર તેમજ લીલો પડવાશ વધારે કરવો જોઈએ.
10. પાકને પાણીની ખેંચની અવસ્થાએ જરૂરીયાત મુજબ પીયત આપવું.

૩. પાનના ટપકાનો રોગ
આ રોગ સરકોસ્પોરા રીસીનેલા ફુગથી થાય છે.
1. રોગના નિયંત્રણ માટે રોગની શરૂઆત થાય તુરત જ ૧૦ લિટર પાણીમાં મેન્કોઝેબ ૭પ % વે.પા. ૦.ર % (ર૬ ગ્રામ પ્રમાણે)
અથવા
2. તાંબાયુકત દવા કોપર ઓકસીકલોરાઈડ (પ૦ % વે.પા.) ૦.ર % (૪૦ ગ્રામ મિશ્ર કરી) પાન ઉપર છંટકાવ કરવો. જરૂરીયાત પ્રમાણે બીજો છંટકાવ ૧પ દિવસના અંતરે કરવો.