રોગો અને તેનું નિયંત્રણ

દિવેલાના પાકમા સુકારો અને મૂળનો કહોંવારો જેવા જમીન જન્‍ય રોગો આવે છે

  • આ પાકને સુકારો અને મૂળનો કોહવારો જેવા જમીન જન્‍ય રોગોથી ખૂબજ નુકશાન થાય છે. જેના નિયંત્રણ માટે નીચે જણાવેલ પગલા લેવાં.
  • બીજને ફુગનાશક દવાનો પટ આપી વાવણી કરતાં ૮૦ ટકા રોગ આવતો અટકી શકે છે.
  • ઓછામાં ઓછા ત્રણ વર્ષ દિવેલા પાકની ફેરબદલી કરવી.
  • રોગવાળા છોડને ખેતરમાંથી મૂળ સાથે ઉપાડી નાશ કરવો.      
  • ઉનાળામાં ઉંડી ખેડ કરી ખેતર સૂર્ય તાપમાં  તપવા દેવુ
  • સુકારાના રોગ સામે પ્રતિકારક જાતો જેવી કે જીસીએચ-૪ ,જીસીએચ-પ જીસીએચ-૭ અને  જીસીએચ-૯ ની વાવણી માટે પસંદ કરવી.