તલમાં આવતા રોગો અને તેનું નિયંત્રણ

૧. તલનો થડ અને મુળનો સડો

રોગ નિયંત્રણ
1. કોપર ઓકઝીકલોરાઈડ (તાંબાયુકત ફૂગનાશક દવા ૦.ર ટકા) ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઓગાળી છંટકાવ પ્રથમ રોગ દેખાય ત્યારે કરવો અને બીજો છંટકાવ ઝાઈનેબ અથવા મેન્કોઝેબ ર૬ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઓગાળીને ૧પ દિવસના અંતરે કરવો.

ર. તલના પાનનો સૂકારો(ફાઈટોપ્થોરા બ્લાઈટ)
રોગ નિયંત્રણ :
1. કોપર ઓકઝીકલોરાઈડ (તાંબાયુકત ફૂગનાશક દવા ૦.ર ટકા) ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઓગાળી છંટકાવ પ્રથમ રોગ દેખાય ત્યારે કરવો અને બીજો છંટકાવ ઝાઈનેબ અથવા મેન્કોઝેબ ર૬ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઓગાળીને ૧પ દિવસના અંતરે કરવો.

૩. તલનો ગુચ્છ પર્ણનો રોગ
નિયંત્રણ
1. ગુચ્છ પર્ણ રોગનો ફેલાવો તડતડિયા ધ્વારા થતો હોઈ શોષક પ્રકારની કીટનાશક દવાઓ જેમકે,  મીથાઈલ-ઓ- ડીમેટોન ( રપ ઇસી ૧૦ મિ. લિ. ૧૦ લિટર પાણીમાં ઓગાળી ર થી ૩ વખત ૧૦ દિવસના અંતરે છંટકાવ કરવો.
2. ગુચ્છ પર્ણની અસર વાળા છોડ ઉખાડી તેનો નાશ કરવો.

૪. જીવાણંુથી થતો ટપકાંનો રોગ
રોગ નિયંત્રણ :
1. સ્ટ્રેપ્ટોસાઈકલીન દવા ૦.પ ગ્રામ+ કોપર ઓકસીકલોરાઈડ પ૦% વે.પા. દવા ૪૦ ગ્રામ ૧૦ લી.પાણીમાં ઓગાળી ૧પ દિવસના અંતરે બે છંટકાવ કરવા.

પ. તલનો ભૂકીછારો
રોગ નિયંત્રણ :
1. વેટેબલ સલ્ફર ૮૦ ટકા ૩૦ ગ્રામ દવા અથવા ડીનોકેપ પ મિ.લી. દવા અથવા હેકઝાકોનેઝોલ પ ટકા ઇસી ૧૦ મિ. લિ. ૧૦ લિટર પાણીમાં ઓગાળી ૧પ દિવસના અંતરે બે છંટકાવ કરવા.