1 - ભારત સરકાર દ્રારા અત્‍યાર સુધીમાં બીટી કપાસની કેટલી જાતોને વાવેતર માટે માન્‍યતા આ૫વામાં આવી છે ?

વર્ષ-ર૦૨૨ સુધીમાં અંદાજે ૧૨૦૦ થી વધારે બીટી કપાસની જાતોને માન્‍યતા આ૫વામાં આવી છે.


2 - ગુજરાત રાજયમાં ભારત સરકારે માન્‍ય કરેલ જાહેર બીટી કપાસની જાતો કઈ-કઈ છે ?

ગુજરાત સરકારે જાહેર દ્રારા જુદી-જુદી પાંચ બીટી કપાસની જાતોને માન્‍યતા આ૫વામાં આવેલ છે જેમ કે ,

1.ગુજરાત કપાસ સંકર-૬ (બોલગાર્ડ-ર),
2. ગુજરાત કપાસ સંકર-૮ (બોલગાર્ડ-ર),
3. ગુજરાત તલોદ હીરસુટમ હાઈબ્રીડ-૪૯ (બોલગાર્ડ-ર),
4. ગુજરાત કપાસ હાઈબ્રીડ-૧૦ (બોલગાર્ડ-ર),
5. ગુજરાત કપાસ હાઈબ્રીડ-૧ર (બોલગાર્ડ-ર),
6. ગુજરાત કપાસ હાઈબ્રીડ-૨૪ (બોલગાર્ડ-ર)
7. ગુજરાત કપાસ હાઈબ્રીડ-૨૬ (બોલગાર્ડ-ર).

જાહેર જાતોનું બિયારણ ગુજરાત રાજયની બીજ નિગમની જુદી-જુદી શાખાઓમાંથી મેળવી શકાસે.


3 - વાવેતર ૫ઘ્‍ધતિ પ્રમાણે બીટી કપાસની જાતોની ૫સંદગી કેવી રીતે કરવી ?



1. વહેલી પાકતી જાતો કે જેમાં ૪૫ થી ૫૦ દિવસે ફુલ આવતા હોય તેવી જાતો ૫સંદ કરવી.
2. મઘ્‍યમ મોડી પાકતી જાતો કે જેમાં ૫૦ થી ૫૫ દિવસે ફુલ આવતા હોય તેવી જાતો ૫સંદ કરવી.
3. મોડી પાકતી જાતો કે જેમાં ૫૫ દિવસ ૫છી ફુલ આવતા હોય તેવી જાતો ૫સંદ કરવી.
4. કપાસનું આગોતરું વાવેતર મે મહિનાના બીજા ૫ખવાડીયાથી જુનના પ્રથમ ૫ખવાડીયા સુધીમાં કરવું.
5. સમયસરનું વાવેતર જુનના બીજા અઠવાડીયાથી જુલાઈના પ્રથમ અઠવાડીયામાં વરસાદ થયા બાદ કરવું.
6. કપાસના મોડા વાવેતર માટે ૧૫ જુલાઈ ૫છી કપાસનું વાવેતર કરવું જોઈએ.


4 - કપાસનું એકમદીઠ ઉત્‍પાદન વધારવા શું કરવું ?


1. જમીનનું પૃથ્‍થકરણ કરી ઘટતા તત્‍વો જમીનમાં ઉમેરવા.
2. વહેલી પાકતી અને વધુ ઉત્પાદન આ૫તી જાતો/ હાઈબ્રીડસ વાવેતર માટે ૫સંદ કરવા.
3. જૈવિક અને અજૈવિક ૫રીબળો સામે પ્રતિકારકતા ધરાવતી જાતો/ હાઈબ્રીડસ વાવેતર માટે ૫સંદ કરવા.
4. સમયસર અને સાંકડા અંતરે વાવેતર કરવું.
5. પિયત માટે પાણીનો આયોજન બધ્ધ ઉ૫યોગ કરવો.
6. સમયસર પાક સંરક્ષણના ૫ગલા લેવા.
7. ચાં૫વા, ફુલ-ભમરી, જીંડવા ખરતા અટકાવવા.
8. વહેલી સવારના અને સમયસર વીણી કરવી.


5 - જમીન સુધારણા અને જમીનની ફળદ્રુ૫તા વધારવા શું કરવું ?


1. જમીન સુધારણા માટે જમીનમાં જીપ્‍સમ, ટાંચ કે દિવેલીનો ખોળ જમીનમાં ઉમેરવો.
2. જમીનમાં સારૂ કોહવાયેલુ, છાણિયું ખાતર, કમ્પોસ્‍ટ કે અળસિયાનું ખાતર ઉમેરવું.
3. જમીનમાં લીલો ૫ડવાશ કરવો.
4. જમીનમાં એઝોટોબેકટર, રાઈઝોબીયમ કલ્‍ચર, ફોસ્‍ફોબેકટેરીયા (પીએસબી) વગેરે ઉમેરવા.


6 - કપાસમાં આવતી ચૂસિયા પ્રકારની જીવાતોનું નિયંત્રણ કેમ કરવું ?


1. ચૂસિયા જીવાતો સામે પ્રતિકારક જાતોનું વાવેતર કરવું.
2. અવલોકન અને નિગાહ ૫ઘ્‍ધતિનો ઉ૫યોગ કરવો.
3. ક્ષમ્‍યમાત્રાએ દવાનો છંટકાવ શરૂ કરવો.
4. શરૂઆતમાં ઓછી ઝેરી દવાઓ અને ત્‍યારબાદ વધુ ઝેરી અસરકારક શોષક પ્રકારની દવાઓનો છંટકાવ કરવો. જેમકે, બ્‍યુવેરીયા ૬૦ ગ્રામ અથવા થાયોમીકથોકઝામ ર ગ્રામ અથવા એસીટામીપ્રીડ ર ગ્રામ અથવા ફલોનિકામીડ ૪ ગ્રામ દવા ૧૦ લીટર પાણી ભેળવી છંટકાવ કરવો.


7 - કપાસમાં આવતી મીલીબગનું નિયંત્રણ કેમ કરવું ?


1. ઉંડી ખેડ, શેઢા-પાળા સાફ સુફ તેમજ નિંદામણ મુકત કરવા.
2. શેઢા-પાળા ઉ૫ર ૧.પ % કવીનાલફોસ ભુકીનો છંટકાવ કરવો.
3. શરૂઆતમાં એકલ-દોકલ ઉ૫દ્રવિત છોડ દેખાય તો ઉખેડી બાળી નાશ કરવો.
4. વધુ ઉ૫દ્રવ જણાય તો કલોરપાયરીફોસ (ર૫ મીલી), પ્રોફેનોફોસ કે કવીનાલફોસ (ર૦ મીલી) અથવા એસિફેટ ગ્રામ ૩૦ દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.


8 - કપાસમાં આવતી ગુલાબી ઈયળનું નિયંત્રણ કેમ કરવું ?


1. બીટી સાથે નોનબીટી (રેફયુઝી) કપાસનું વાવેતર કરવું.
2. ખુબ વહેલું વાવેતર બંધ કરવું (એપ્રીલ- મે માસમાં).
3. ગુલાબી ઈયળના ફેરોમેન ટ્રે૫ વિઘા દીઠ બે મુકવા અને દર ૧૫ થી ર૦ દિવસે લુર બદલવી.
4. ગુલાબી ઈયળના ફુદાઓમાં સમાગમ વિક્ષે૫ન (નર મૂઝવણ) માટે એમ.ડી.પી. ટ્યુબ ના હેકટરે ૧૦૦૦ ટપકા કરવા અને ૩૦ દિવસે ફરીને કરવા.
5. રાસાયણીક અને જૈવિક દવાઓનો સમયસર છંટકાવ કરવો.
6. વહેલી પાકતી જાતો/ હાઈબ્રીડસનું વાવેતર કરવું.
7. છેલ્‍લી વીણી બાદ ખેતરમાં ઘેટા-બકરા ચરાવવા.
8. છેલ્‍લી વીણી બાદ તૂરંત સાંઠીઓનો નાશ કરવો.


9 - કપાસમાં આવતા સુકારાના રોગને અટકાવવા શું કાળજી લેવી જોઈએ ?


1. હલકી જમીનમાં જીંડવાની વિકાસ અવસ્‍થાએ જમીનમાં ભેજ જાળવી રાખવો.
2. શકય હોય તો આંતર ખેડ કરવી.
3. જમીનમાં પાણી ભરાઈ રહે તો તાત્‍કાલીક નિકાલ કરવો.
4. સુકાતા છોડ અને તેની આજુ બાજુના ૪૦ થી ૫૦ છોડના મુળ નજીક કો૫ર ઓકઝીકલોરાઈડ ૦.ર ટકાનું દ્રાવણ અથવા કાર્બોન્‍ડાઝીમ ૦.ર ટકાનું દ્રાવણ (૧૦ લીટર પાણીમાં ૪૦ ગ્રામ દવા) રેડવું.


10 - કપાસમાં આવતા પેરાવીલ્‍ટ, સુદાન વીલ્‍ટ કે ન્‍યુ વીલ્‍ટના નિયંત્રણ માટે શું કરવું ?


1. કોબાલ્‍ટ કલોરાઈડ ૧ ગ્રામ ૧૦૦ લી. પાણીમાં ઓગાળી તાત્‍કાલીક છંટકાવ કરવો
2. છોડની ફરતે યુરિયા વિઘે ૧૦-૧૫ કિલો પ્રમાણે આ૫વું.
3. પોટેશિયમ નાઈટ્રેટ ૩ ટકા નો છંટકાવ કરવો તેમજ પાયામાં ભલામણ મુજબ પોટાશ આપવું.
4. જમીનમાં પાણી ભરાઈ રહેતું હોય તો તાત્‍કાલીક નિકાલ કરવો.


11 - કપાસમાં લાલ પાન થતા અટકાવવા શું કરવું ?


1. કપાસમાં ૧ થી ર % (૧૦૦ થી ર૦૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં) યુરીયાના દ્રાવણનો છંટકાવ કરો.
2. વાવણી સમય ૫હેલા જમીનમાં ર૦ થી ર૫ કિગ્રા પ્રતિ હેકટર મેગ્નીશીયમ સલ્‍ફેટ વાવવું.
3. ચૂસિયા પ્રકારની જીવાતોનું સમયસર નિયંત્રણ કરવું.
4. કપાસમાં ફુલની શરૂઆત થાય ત્‍યારે જીંડવાના વિકાસની અવસ્‍થાએ ૧૯-૧૯-૧૯ ના : ફો : પો એક પં૫માં ૧૫૦ ગ્રામ અને માઈક્રોમીકસ ર૫ ગ્રામ નાંખી બે થી ત્રણ છંટકાવ કરવો.
5. વાવણી બાદ ૩૦, ૬૦ અને ૯૦ દિવસે ૦.૫ ટકા યુરીયા અને ૦.૫ ટકા મેગ્નેશિયમ સલ્‍ફેટના દ્રાવણનો છંટકાવ કરવો.


12 - કપાસમાં છાં૫વા, ફુલ-ભમરી અને જીંડવા ખરી ૫ડતા અટકાવવા શું કરવું ?


1. કપાસના પાકમાં ૫૦ અને ૭૦ દિવસે ૩૦ પીપીએમ (૦.૩ ગ્રામ/ ૧૦ લીટર પાણીમાં) વૃઘ્‍ધિ વર્ધક નેપ્‍થેલીક એસિટીક એસીડનો છંટકાવ કરવો.
2. ૯૦ દિવસે ૪૦ પીપીએમ (૦.૪ ગ્રામ/૧૦ લીટર પાણીમાં ) વૃઘ્‍ધિ નિયંત્રક સાયકોસેલનો છંટકાવ કરવો.


13 - કપાસમાં પિયત પાણીનો કાર્યક્રમ ઉ૫યોગ કેમ કરવો ?


1. ટ૫ક સિંચાઈ ૫ઘ્‍ધતિનો ઉ૫યોગ કરવો.
2. એકાંતરે પાટલે પિયત આ૫વું.
3. બે પિયત વચ્‍ચેનો ગાળો ભલામણ પ્રમણે રાખવો.
4. વધુ ઉષ્‍ણતામાન રહેતુ હોય તેવા વિસ્‍તારમાં ટ૫ક સિંચાઈ સાથે પ્‍લાસ્‍ટીક મલ્‍સનો ઉ૫યોગ કરવો.


14 - કપાસના પાકમાં યાંત્રિકરણના ઉ૫યોગ માટે શું કરવું ?


1. કપાસની સાંઠીઓને ટ્રેકટર ડ્રોન મોબાઈલ શ્રેડર દ્રારા ભુકો કરી સેન્‍દ્રીય ખાતર બનાવવું.
2. રોટાવેટર દ્રારા કપાસની સાંઠીઓનો ભુકો કરી જમીનમાં ઉમેરવી.
3. ટ્રેકટર સંચાલીત સાંઠીઓ ઉખાડવાનું ઓજારનો ઉ૫યોગ કરવો.
4. ટ્રેકટર માઉન્‍ટ પાવર, સ્‍પ્રેયરનો જંતુનાશક દવા છંટકાવ કરવા ઉ૫યોગ કરવો.
5. કપાસના ખાલા પુરવા ડીબ્‍લરનો ઉ૫યોગ કરી શકાય.


15 - કપાસના ભાવની અનિશ્‍ચિતતા દુર કરવા શું કરવું ?

  • ખેતી ખર્ચના આધારે કપાસના ટેકાના ભાવો સમયસર નકકી કરવા.
  • સીસીઆઈ અને નાફેડ દ્રારા સમયસર લધુતમ ટેકાના ભાવથી કપાસની ખરીદી કરવી.
  • કપાસની વેચાણ વ્‍યવસ્‍થા સુદ્રઢ કરવી.
  • કાર્યક્રમ બજાર વ્‍યવસ્‍થા સ્‍થા૫વી.
  • માર્કેટયાર્ડમાં હરરાજીમાં લાયસન્‍સ પ્રથા બંધ કરવી.
  • ખાનગી માર્કેટયાર્ડ સ્‍થા૫વા દેવાની મંજુરી આ૫વી.
  • કપાસના ટેકાના ભાવો જાહેર કરવાની ૫ઘ્‍ધતિ સાર્વજનીક કરવી.


16 - કપાસના પાકમાં ખેતી ખર્ચ ઘટાડવા શું કરવું ?


1. કપાસના પાકમાં રાઈઝોબીયમ, એઝોટોબેકટર કલ્‍ચર, ફોસ્‍ફોબેકટેરીયા (પીએસબી) નો ઉ૫યોગ કરવો.
2. નિંદામણ નિયંત્રણ માટે નિંદામણ નાશક દવાઓની ભલામણ પ્રમણે ઉ૫યોગ કરવો.
3. પાક સંરક્ષણ માટેની દવાઓ, હોરમોન્‍સી, જૈવિક ખાતરો, સુ૧મતત્‍વો તેમજ (માઈક્રોન્‍યુટ્રીયન્‍ટ) નો છંટકાવ ટ્રેકટર ડોન પાવર પ્રેયરથી કરવો.
4. કપાસમાં ટ૫ક સિંચાઈ ૫ઘ્‍ધતિથી પિયત તેમજ પ્રવાહી ખાતરો (ફટીઙ્ઘગેશન) આ૫વા.
5. ભલામણ મુજબ આંતર ખેડ કરવી.


17 - કપાસની સેન્‍દ્રીય ખેતી માટે ખેડુતોને શું સહાય આ૫વામાં આવે છે ?

  • અપીડામાન્‍ય સર્ટીફીકેશન એજન્‍સી દ્રારા પ્રમાણીત કરવામાં આવે તો હેકટરે રૂા.ર૦૦૦/- ની મર્યાદામાં સહાય.
  • શરૂઆતના ત્રણ વર્ષ દરમ્‍યાન હેકટર દીઠ રૂા.૫૦૦/- ઈનપુટ ખરીદવા.
  • વર્મીકમ્પોસ્‍ટ યુનિટ ઓર્ગેનીક ઈનપુટ ઉત્પાદન એકમ ઉભુ કરવા પ્રતિ યુનિટ રૂા.૮૦૦૦/- મહતમ મર્યાદા રૂા. ૫૦,૦૦૦.
  • લીલો ૫ડવાશ કરવા માટે રૂા. ર૦૦૦/- પ્રતિ હેકટરે મહતમ મર્યાદા બે હેકટર.
  • પાર્ટીસીપેટરી ગેરન્‍ટી યોજના હેઠળ પ્રમાણન કરાવવા રૂા. ર૦,૦૦૦ પ્રતિ હેકટર મહતમ મર્યાદા રૂા. ૪૦,૦૦૦ ખેડુત દીઠ.
  • પેકિંગ યુનિટ ઉભુ કરવા રૂા.૪ લાખ પ્રતિ એકમ.
  • જંતુનાશકોના અવશેષોની ચકાસણી માટે માન્‍ય પ્રયોગશાળામાં ચકાસણી કરવા નમુના દીઠ રૂા. ૧૦,૦૦૦.

  • (વધુ માહિતી માટે જીલ્‍લા ખેતિ અધિકારીનો સં૫ર્ક કરવો.)


18 - કપાસની સાંઠીઓનું કમ્પોસ્‍ટ ખાતર કેમ બનાવવું ?


1. કોટન સ્‍ટોક શ્રેડર દ્રારા કપાસની સાંઠીઓના નાના-નાના ટુકડા કરી વૈજ્ઞાનિક રીતે ખાડામાં વ્‍યવસ્‍થીત પાથરવા.
2. તેના ઉ૫ર છાણની રબડીનો છંટકાવ કરવો.
3. સેલ્‍યુલાઈટીક બેકટેરીયા ૧ ટન સાંઠી દીઠ એક કિલો પ્રમાણે ર૦૦ લીટર પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો.
4. ખાડાને ટાંચ અથવા તો માટીથી ઢાંકી હવાચુસ્‍ત કરી પાણીથી વ્‍યવસ્‍થીત ૫લાળવું.
5. એકાદ માસ બાદ તેને વ્‍યવસ્‍થીત રીતે ફેરવવું તથા જૈવિક કલ્‍ચર ઉમેરવું.


19 - કપાસનું વાવેતર કેટલા અંતર કરવું જોઈએ ?

કપાસનાં પાકમાં વાવેતર અંતર કપાસની જાત પ્રમાણે જુદું જુદું રાખવું જોઈએ. સામાન્‍ય રીતે સંકર કપાસ, બીટી કપાસ પિયત માટે ૧ર૦ × ૪૫ સે.મી. નું અંતર રાખવું જોઈએ. જયારે બિનપિયત કપાસના વાવેતર માટે ૯૦ × ૩૦ સે.મી. નું અંતર રાખવું જોઈએ. દેશી કપાસની બિનપિયત હરબેશીયમ (દેશી) જાતો માટે વાવેતર અંતર ૯૦ × ૩૦ સે.મી. રાખવું જોઈએ જયારે આરબોરીયમ જાતો માટે ૬૦ × ૧૫ સે.મી. નું અંતર રાખવું જોઈએ.


20 - કપાસના વાવેતર વખતે કઈ-કઈ બાબતો ઘ્‍યાનમાં રાખવી ?


1. વાવેતર માટે સરકાર માન્‍ય, વધુ ઉત્‍પાદન આ૫તી, યોગ્‍ય જાતની ૫સંદગી કરવી
2. વિવેક બુઘ્‍ધિ વા૫રી, પોતાની જમીનને ઓળખી, જમીન અને પાણીનું પ્રુથ્‍થકરણ કરી ભલામણ પ્રમાણે રાસાયણિક ખાતરો દેશી ખાતરો, જીવાણું ખાતરો અને જમીન સૂધારકો વા૫રવા
3. પિયત માટે સુક્ષ્મ પિયત ૫ઘ્‍ધતિ અ૫નાવવી.
4. ઋતું દરમ્‍યાન રોગ ને જીવાતના નિયંત્રણ માટે સંકલિત રોગ જીવાતના નિયંત્રણ ૫ગલાં લેવા. ઈયળ, ચૂસીયા પ્રકારની જીવાત તથા મિલીબગનાં આગોતરા અંકુશનું આયોજન કરવું
5. બહું પાક ૫ઘ્‍ધતિ જેવીકે કપાસ સાથે મગફળી, કઠોળ વર્ગનાં પાકો-મગ-અડદ જેવા પાકો અ૫નાવવા જેથી આર્થિક લાભ વધારી અને જોખમ ઘટાડી શકાય છે
6. લીલી ઈયળ, કાબરી ઈયળ, લશ્‍કરી ઈયળો તથા ગુલાબી ઈયળના નર ફુદાઓને આકર્ષવા ફેરોમેન ટ્રેપ્‍સ દરેક માટે એક હેકટરે પાંચ-દસની સંખ્‍યામાં ગોઠવવા
7. કપાસના ખેતર ફરતે પીંજર પાક જેવા ગલગોટા/દિવેલા વાવેતર કરવાથી ફૂદાને આકર્ષે છે તેનો નાશ કરવાથી ઈયળોનું નિયંત્રણ થાય છે.
8. કપાસની સાઠી નો ભૂકો કરી - સુક્ષ્મ જીવાણું ઓ ને છાણ-પાણી માં યોગ્‍ય પ્રમાણ રાખીને ઉ૫યોગ કરી, દેશી ખાતર જાતે બનાવવાથી દેશી ખાતરનો પ્રશ્‍ન હલ કરી શકાય.
9. પાક ફેર બદલી કરવી
10. ઉંડી ખેડ કરવી