પાક સંવર્ધન

પાક સંવર્ધન

૧. ગુજરાત રાજયના પિયત વિસ્તારમાં નોન બીટી કપાસ ઉગાડતા ખેડૂતોને હીરસુતમ કપાસની જાત ગુજરાત જૂનાગઢ કપાસ-૧૦ર (જીજે.કોટ-૧૦ર) નું વાવેતર કરવા માટે ભલામણ કરવામાં આવે છે. આ જાતે કપાસનું ઉત્પાદન રર૧૫ કિ.ગ્રા./હે. આપેલ છે, જે નિયંત્રિત જાતો જેવી કે જી. કોટ-૧૦, જી. કોટ-૧૮, જી. કોટ-ર૦, જીએન. કોટ-રર અને ઝોનલ નિયંત્રિત જાત સીએનએચઓ-૧ર કરતા અનુક્રમે ૧૫.૯ , ર૪.૯ , ર૦.૧, ૧૩.ર અને ૫૧.૮ ટકા કપાસનું વધુ ઉત્પાદન આપેલ છે. જીજે.કોટ-૧૦ર નું રૂનું ઉત્પાદન ૭૬૯ કિ.ગ્રા./હે. મળેલ છે, જે નિયંત્રિત જાતો જેવી કે જી. કોટ-૧૦, જી. કોટ-૧૮, જી. કોટ-ર૦, જીએન. કોટ-રર અને સીએનએચઓ-૧ર કરતા અનુક્રમે ૧ર.૭, ૩૦.૮, ૨૦.૩, ૧૩.૬ અને ૪૯.૧ ટકા રૂનું વધુ ઉત્પાદન આપેલ છે. આ જાત ૩૫.૧ ટકા રૂ અને ૧૮.૩ર ટકા તેલ ધરાવે છે. આ જાત મધ્યમ મોડી પાકતી જાત છે.

 

૨. ગુજરાત રાજયના પિયત વિસ્તારમાં નોન બીટી કપાસ ઉગાડતા ખેડૂતોને હીરસુતમ કપાસની સંકર જાત ગુજરાત સંકર કપાસ-રર (જી.કોટ.હાઈબ્રીડ-રર) નું વાવેતર કરવા માટે ભલામણ કરવામાં આવે છે. આ જાતે કપાસનું ઉત્પાદન ર૮૬૫ કિ.ગ્રા./હે. આપેલ છે, જે સંકર નિયંત્રિત જાતો જેવી કે જી. કોટ. હાઈબ્રીડ-૧૦, જી. કોટ. હાઈબ્રીડ-૧ર, જીએન. કોટ. હાઈબ્રીડ-૧૪ અને અંકુર-૬૫૧ કરતા અનુક્રમે ર૦.૪, ૪૮.૭, ૩૬.૭ અને ૪૫.૯ ટકા કપાસનું વધુ ઉત્પાદન આપેલ છે. જી.કોટ.હાઈબ્રીડ-રર નું રૂનું ઉત્પાદન ૧૦૧૦ કિ.ગ્રા./હે. મળેલ છે, જે નિયંત્રિત જાતો કરતા અનુક્રમે ર૬.૦, ૫૫.૦, ૪ર.ર અને ૩૭.૩ ટકા રૂનું ઉત્પાદન આપેલ છે. આ જાત ૩૪.૭ ટકા રૂ અને ૧૮.૩૭ ટકા તેલ ધરાવે છે. આ જાત મધ્યમ મોડી પાકતી જાત છે.

અગ્રોનોમી

૩. દક્ષિણ સૌરાષ્‍ટ્ર ખેત આબોહવાકિય વિસ્‍તારમાં કયત બી.ટી. કપાસનું વાવેતર કરતા ખેડૂતોને વધારે ઉત્પાદન (3ર.0૧%) મેળવવા માટે ભલામણ કરેલ રાસાયણીક ખાતર(ર૪0-૫0-૧૫0 એન.પી.કે. કિ.ગ્રાઅ./હે.) ઉ૫રાંત કપાસની ફુલ અવસ્થા, જીંડવાની અવસ્થા તેમજ જીંડવાના વીકાસની અવસ્થા દરમ્યાન ૧ % (૧૯-૧૯-૧૯,એન.પી.કે.) નો છંટકાવ કરવાની સલાહ આ૫વામાં આવે છે.

કીટકશાસ્ત્ર

 

૪. દક્ષિણ સૌરાષ્‍ટ્ર ખેતઆબોહવાકીય વિસ્‍તારના કપાસ ઉગાડતા ખેડૂતોને, ચુસિયા જીવાતો (લીલા તડતડીયા અને સફેદ માખી) ના અસરકારક અને અર્થકક્ષમ નિયંત્રણ માટે ઈમીડાકલોપ્રિડ ર00એસ એલ ૪0ગ્રામ સક્રિય તત્‍વ (૪ મી.લી. દવા / ૧0લીટર પાણીમાં ) અથવા થાયમીથોકઝામ ર૫ ડબ્‍લ્‍યુ જી ર૫ ગ્રામ સક્રિય તત્‍વ ( ર ગ્રામ દવા / ૧0લીટર પાણીમાં ) અથવા એસીફેટ ૭૫ એસ પી ૭૫0ગ્રામ સક્રિય તત્‍વ ( ર0ગ્રામ દવા / ૧0લીટર પાણીમાં) પ્રતિ હેકટરના ત્રણ છંટકાવની ભલામણ છે. પ્રથમ છંટકાવ જીવાતની શરૂઆત થયે કરવો અને ૫છીના બે છંટકાવ ૧૫ દિવસના અંતરે કરવા. થાયમીથોકઝામ ર૫ ડબ્‍લ્‍યુ જી ર૫ ગ્રામ સક્રિય તત્‍વ પ્રતિ હેકટરના છેલ્‍લા છંટકાવ અને કપાસ ઉતારવા વચ્‍ચે ર૧ દિવસનો સમય જાળવવો. કપાસની પ્રથમ અને બીજી વીણી ૫છી રૂ અને બીજમાં ઈમીડાકલોપ્રિડ ર00એસ એલ ૪0ગ્રામ સક્રિય તત્‍વ અને એસીફેટ ૭૫ એસ પી ૭૫0ગ્રામ સક્રિય તત્‍વ પ્રતિ હેકટરના અવશેષો નિયતમાત્રાથી નીચે માલુમ ૫ડેલ છે.

 

૫. દક્ષિણ સૌરાષ્ટ્રના ખેત આબોહવાકીય વિસ્તારના કપાસ ઉગાડતા ખેડૂતો માટે કપાસની જીવાત મીલીબગ (ચીકટો) ના નિયંત્રણ અને દાળિયાનાં સંરક્ષણ માટે સંકલિત રોગ જીવાત વ્યવસ્થાપન મોડ્યુલની ભલામણ કરવામાં આવે છે. તેમ છતા સંકલિત રોગ જીવાત વ્યવસ્થાપન મોડ્યુલ મોલોમશી, તડતડીયા, થ્રીપ્સ, સફેદમાખી, કથીરી, મીરીડબગની વસ્તીમા ઘટાડો કરે છે અને પરજીવીઓ જેવા કે, લીલી પોપટી અને કરોળીયાની વસ્તી જાળવી રાખે છે. જે ખેડૂત નિયંત્રણ પ્રયાસોનાં મોડ્યુલની સરખામણીમાં બિન-નોંધપાત્ર છે.

  • (૧) રોગોના નિયંત્રણ માટે બીજને સ્યુડોમોનસ ફ્લુંરોસન્સ ૧૦ ગ્રામ/કિગ્રા પ્રમાણે દવાનો પટ આપવો.
  • (૨) કપાસની ફરતે દીવેલાને પિંજર પાક તરીકે અને કપાસની દસ હાર પછી મકાઈની એક હાર વાવવાથી પરભક્ષી અને પરજીવીઓનું સંરક્ષણ કરી શકાય છે.
  • (૩) કપાસના પાકમાં આંતર પાક તરીકે અડદનું વાવેતર કરવું.
  • (૪) સેન્દ્રીય ખાતર ૧૦ ટન/હેક્ટર તથા રાસાયણિક ખાતર ૧૮૦-૩૭.૫૦-૧૧૨.૫૦ ના.ફો.પો. કિલો/હેક્ટર ત્રણ હપ્તામાં પાયામાં વાવેતરના ૩૦ દિવસ અને ૬૦ દિવસ પછી આપવું.
  • (૫) ક્ષમ્ય માત્રાને ધ્યાને લઇ જરૂર જણાય ત્યારે એસીફેટ ૭૫ એસ.પી. ૦.૧૧૩% (૨૦ ગ્રામ / ૧૦ લિટર પાણીમાં), ફ્લોનીકામીડ ૫૦ ડબ્લ્યુ જી ૦.૦૧૫% (૩ ગ્રામ / ૧૦ લિટરપાણીમાં), ફીપ્રોનીલ ૫ એસ સી ૦.૦૦૮% (૧૬ મિલી/ ૧૦ લિટર પાણીમાં) અને બ્રુપ્રોફેઝીન ૨૫ એસ સી ૦.૦૫% (૨૦ મિલી/ ૧૦ લિટર પાણીમાં) છટકાવ કરવો.
  • (૬) નિદામણના નાશ માટે પાક ઉગતા પહેલા પેન્ડીમીથાલીન ૩૦ ઇસી (૦.૨૦%) ૧૦૦૦ ગ્રામ સક્રિય તત્વ (૬૭ મિલી/ ૧૦ લિટરપાણીમાં ) અને ૩૦ દિવસ પછી કિવઝાલોફોપ ઈથાઈલ ૫ ઇસી (૦.૦૧%) ૫૦ ગ્રામ સક્રિય તત્વ (૨૦ મિલી/ ૧૦ લિટરપાણીમાં) પ્રમાણે આપવું.
  • (૭) સફેદ માખીની મોજણીમાં ખેતરમાં પીળા રંગના સ્ટીકી ટ્રેપ હેક્ટર દીઠ ૫ લગાડવા.
  • (૮) ઈયળ વર્ગની જીવાતોની મોજણીમાં ખેતરમાં ફેરોમોન ટ્રેપ હેક્ટર દીઠ ૫ લગાડવા.
  • (૯) રોગના નિયંત્રણ માટે જરૂર જણાય તો કોપર ઓકઝી ક્લોરાઇડ ૫૦ ડબ્લ્યુપી ૦.૨% (૪૦ ગ્રામ/ ૧૦ લિટર પાણીમાં), મેન્કોઝેબ ૭૫ ડબ્લ્યુપી ૦.૨% (૨૭ ગ્રામ/ ૧૦ લિટર પાણીમાં) અને કાર્બેન્ડાઝીમ ૫૦% ડબ્લ્યુપી ૦.૦૫% (૧૦ ગ્રામ/ ૧૦ લિટર પાણીમાં) છટકાવ કરવો.

૬. દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારના બીટી કપાસ ઉગાડતા ખેડૂતો ને ગુલાબી ઇયળના અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે નીચે દર્શાવેલ ગમે તે એક કીટનાશકનો પ્રથમ છંટકાવ વાવણી બાદ ૭૫ દિવસે અને બીજો છંટકાવ ત્યારબાદ ૧૫ દિવસે કરવાની ભલામણ છે.


૧. લેમ્બડા સાયહેલોથ્રીન ૨.૫ ઇસી ૦.૦૦૨૫ % (૧૦ મીલી/ ૧૦ લીટર પાણીમાં) અથવા
૨. ડેલ્ટામેથ્રીન ૨.૮ ઇસી ૦.૦૦૨૮ % (૧૦ મીલી/ ૧૦ લીટર પાણીમાં)

વનસ્પતિ રોગશાસ્ત્ર

૭. દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તારમાં કપાસ ઉગાડતા ખેડુતોને ભલામણ કરવામાં આવે છે કે, કપાસના સુકારા અને મુળખાઈ કોમ્પલેક્ષ રોગોના અર્થક્ષમ, અસરકારક નિયંત્રણ અને વધુ ઉત્પાદન મેળવવા માટે બીજને વાવતા પહેલા કાર્બોકઝીન ૩૭.પ% + થાયરમ ૩૭.પ% ડી.એસ. નાં તૈયાર મિશ્રણનો ૩.પ ગ્રામ/ પ્રતિ કિલો મુજબ પટ આપવો.
૮. કપાસ ઉગાડનારા ખેડૂતોને કપાસના પાન પર આવતા ફુગજન્ય રોગોના વ્યવસ્થાપન માટે અને વધારે ચોખ્ખી આવક મેળવવાં માટે પાયરેક્લો‌‍‍સ્ટોબીન ૫ડબલ્યુજી + મેટીરામ ૫૫ડબલ્યુજીના (૩૦ગ્રામ /૧૦લીટર પાણીમાં) ત્રણ છંટકાવ, પ્રથમ છંટકાવ રોગની શરુઆત થયે તુરંત અને ત્યારબાદ ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે.
જે ખેડુતો કપાસની સજીવ ખેતી કરતા હોઇ તે મણે કપાસના પાન પર આવતા ફુગ અને જીવાણું જન્ય રોગોના વ્યવસ્થાપન માટે અને ઉચ્ચી ચોખ્ખી આવક મેળવવાં માટે સ્યુડોમોનાસ ફ્લુરોસેન્સ (૨x૧૦૮સીએફ્યું) (૫૦મીલી/૧૦લીટર પાણીમાં) નાં ત્રણ છંટકાવ રોગની શરુઆત થયે તુરંત અને ત્યારબાદ ૧૫ દિવસના ગાળે બે છંટકાવ કરવાંની ભલામણ કરવામાં આવે છે.

પ્લાન્ટ ફીઝીયોલોજી

૯. દક્ષિણ સૌરાષ્‍ટ્ર ખેત આબોહવાકિય વિસ્‍તારમાં કયત બી.ટી. કપાસનું વાવેતર કરતા ખેડૂતોને વધારે ઉત્પાદન, વધુ આર્થિક વળતર અને ખર્ચના પ્રમાણમાં વધુ નફો મેળવવા માટે કપાસની સારી વૃધ્ધિ કરવા કપાસમાં ૫0 દિવસે અને ૭0 દિવસે 30 પીપીએમ (0.3 ગ્રામ/૧0 લી. પાણીમાં) વૃધ્ધિ વર્ધક નેપ્થેલીન એસિટીક એસિડનો છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે. પાનનાં હરિતદ્રવ્ય, પાનની જાડાઈમાં, ચાંપવામાં, સિમપોડીયાની લંબાઈ તેમજ જીંડવાની સંખ્યામાં વધારાના કારણે ઉત્પાદનમાં વધારો થાય છે.
૧૦. દક્ષિણ સૌરાષ્‍ટ્ર ખેત આબોહવાકિય વિસ્‍તારમાં કયત બી.ટી. કપાસનું વાવેતર કરતા ખેડૂતોને ચાં૫વા અને જીંડવા ખરતા અટકાવી વધારે ઉત્પાદન, વધુ આર્થિક વળતર અને ખર્ચના પ્રમાણમાં વધુ નફો મેળવવા માટે કપાસ પાકમાં 90 દિવસે ૪0 પીપીએમ(0.૪ ગ્રામ/૧0 લી.પાણીમાં) વૃધ્ધિનિયંત્રક સાયકોસેલ / કલોરમેકવેટ કલોરાઈડ (સીસીસી) નો છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે. પાનનાં હરિતદ્રવ્ય માં તથા જાડાઈમાં વધારો તેમજ ચાં૫વાંનું અને જીંડવાનું ખરણ ઘટતા જીંડવાની સંખ્યામાં વધારો થવાના કારણે ઉત્પાદનમાં વધારો થાય છે.
૧૧. દક્ષિણ સૈારાષ્ટ્ર ખેત આબોહવાકિય વિસ્તારમાં પિયત બી.ટી. કપાસનું વાવેતર કરતા ખેડૂતોને વધારે ઉત્પાદન, વધુ આર્થિક વળતર અને ખર્ચના પ્રમાણમાં વધુ નફો મેળવવા માટે બી. ટી. કપાસની સપ્રમાણ વૃધ્ધિ કરવા ૭પ દિવસે કપાસના છોડની ટોચ કાપવાની ભલામણ કરવામાં આવે છે. આમ કરવાથી પાનનાં હરિતદ્રવ્યમાં, પાનની જાડાઈમાં, સિમ્પોડીયાની સંખ્યા તથા લંબાઈ માં, છોડના ઘેરાવામાં તેમજ જીંડવાની સંખ્યામાં વધારાના કારણે ઉત્પાદનમાં વધારો થાય છે. આમ કરવાથી કંટ્રોલની સરખામણીમાં ૧૫ થી ૨૧ ટકાનો ઉત્પાદનમાં વધારો મેળવી શકાય છે.

 

G.Cot.-18  (ગુજરાત કપાસ-૧૮
બહાર પાડયાનું વર્ષ ૧૯૯૯
પાકવાના દિવસો ૧૭૫-૧૮૦
કપાસનું સરેરાશ ઉત્પાદન (કિલો/હે) ૧૫૩૫
રૂ નું સરેરાશ ઉત્પાદન (કિલો/હે) ૫૫૨
રૂની ટકાવારી ૩૪
જીંડવાનું વજન (ગ્રામ) ૩.૫-૪.૦
તેલના ટકા ૨૧.૨૦
ભલામણ કરેલ વિસ્તાર વાગડ ઝોન અને જુનાગઢ જીલ્લો 

૨. ગુજરાત જૂનાગઢ કપાસ – ૧૦૧ 

GJ.Cot-101  (ગુજરાત જૂનાગઢ કપાસ – ૧૦૧)
બહાર પાડયાનું વર્ષ ૨૦૧૨
પાકવાના દિવસો ૧૭૦-૧૯૦
કપાસનું ઉત્પાદન (કિલો/હે) ૨૧૦૭
રૂ નું ઉત્પાદન (કિલો/હે) ૬૭૬
રૂની ટકાવારી ૩૨
જીંડવાનું વજન (ગ્રામ) ૩.૭
તેલના ટકા ૧૮.૩૪
ભલામણ કરેલ વિસ્તાર સમગ્ર ગુજરાત (પિયત)

 

૩. ગુજરાત જૂનાગઢ કપાસ – ૧૦૨

GJ.Cot-101  (ગુજરાત જૂનાગઢ કપાસ – ૧૦૧)
બહાર પાડયાનું વર્ષ ૨૦૧૭
પાકવાના દિવસો ૧૭૦-૨૦૦
કપાસનું ઉત્પાદન (કિલો/હે) ૧૯૫૫
રૂ નું ઉત્પાદન (કિલો/હે) ૬૮૪
રૂની ટકાવારી ૩૪.૭
જીંડવાનું વજન (ગ્રામ) ૩.૫
તેલના ટકા ૧૮.૩૨
ભલામણ કરેલ વિસ્તાર ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ

૪.  ગુજરાત કપાસ – ૩૮

G.Cot-38  (ગુજરાત કપાસ –૩૮)    
બહાર પાડયાનું વર્ષ ૨૦૧૮
પાકવાના દિવસો ૧૭૦-૨૧૦
કપાસનું ઉત્પાદન (કિલો/હે) ૧૯૨૧
રૂ નું ઉત્પાદન (કિલો/હે) ૬૧૪
રૂની ટકાવારી ૩૨.૧
જીંડવાનું વજન (ગ્રામ) ૩.૭
તેલના ટકા ૧૯.૨૦
ભલામણ કરેલ વિસ્તાર ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ

 

૫. ગુજરાત કપાસ હાયબ્રીડ -૨૨ 

G.Cot.Hy-22  (ગુજરાત કપાસ હાયબ્રીડ -૨૨ )  
બહાર પાડયાનું વર્ષ ૨૦૧૮
પાકવાના દિવસો ૧૭૫-૧૯૫
કપાસનું ઉત્પાદન (કિલો/હે) ૨૮૬૫
રૂ નું ઉત્પાદન (કિલો/હે) ૧૦૧૦
રૂની ટકાવારી ૩૪.૭
જીંડવાનું વજન (ગ્રામ) ૪.૧
તેલના ટકા ૧૮.૩૭
ભલામણ કરેલ વિસ્તાર સમગ્ર ગુજરાત (પિયત)

 

૬. જી.કોટ.હાઇબ્રીડ-૨૪ બોલગાર્ડ ૨: સોરઠ સ્વેત કનક 

G.Cot.Hy-24 BG II  (ગુજરાત કપાસ હાયબ્રીડ -૨$ બોલગાર્ડ ૨ )
બહાર પાડયાનું વર્ષ ૨૦૨૦
પાકવાના દિવસો ૧૫૫-૧૭૫
કપાસનું ઉત્પાદન (કિલો/હે) સરેરાશ ૨૧૪૩
રૂની ટકાવારી ૩૪.૮
તારની લંબાઈ (મીમી) ૨૮.૭
તારની મજબુતાઈ (ગ્રા./ટેક્સ) ૨૭.૮
તારની બારીકાઇ (એમવી) ૪.૩
ભલામણ કરેલ વિસ્તાર સમગ્ર ગુજરાત (પિયત)

 

૭. જી.કોટ.હાઇબ્રીડ-૨૬ બોલગાર્ડ ૨: સોરઠ સ્વેત કંચન  

G.Cot.Hy-26 BG II  (ગુજરાત કપાસ હાયબ્રીડ -૨૬ બોલગાર્ડ ૨ )
બહાર પાડયાનું વર્ષ ૨૦૨૧
પાકવાના દિવસો ૧૬૦-૧૭૦
કપાસનું ઉત્પાદન (કિલો/હે) સરેરાશ ૧૯૬૯ કિ.ગ્રા./હે.
રૂની ટકાવારી ૩૫.૯
તારની લંબાઈ (મીમી) ૨૬.૬
તારની મજબુતાઈ (ગ્રા./ટેક્સ) ૨૭.૭
તારની બારીકાઇ (એમવી) ૪.૩
ભલામણ કરેલ વિસ્તાર સમગ્ર ગુજરાત (પિયત)

 

૮. જી.કોટ.-૪૬ સોરઠ સ્વેત હેમ  

G.Cot.Hy-46  (જી.કોટ.-૪૬)
બહાર પાડયાનું વર્ષ ૨૦૨૩
પાકવાના દિવસો ૧૭૦-૨૦૦
કપાસનું ઉત્પાદન (કિલો/હે) ૨૧૦૩ કિ.ગ્રા./હે.
તારની લંબાઈ (મીમી) ૨૬.૨
તારની મજબુતાઈ (ગ્રા./ટેક્સ) ૨૬.૨
તારની બારીકાઇ (એમવી) ૫.૧
રૂની ટકાવારી ૩૬.૭
ભલામણ કરેલ વિસ્તાર સમગ્ર ગુજરાત (પિયત)