કાપણી અને સંગ્રહ

  • કપાસ પાકે ત્યારે સમયસર વીણી કરતી રહેવી.        
  • સવારે વીણી કરવાથી કિટી કસ્તર ઓછું આવે છે.
  • જીંડવા પુરા ફાટ્યા પછી જ વીણી કરવી અવિકસિત કે અપરિપકવ જીંડવા માંથી કપાસ ઉતારવાથી કપાસની ગુણવતા ઘટે છે.
  • કપાસમાં ૯ % થી વધારે ભેજ ન રહે તેની કાળજી રાખવી જોઈએ.
  • કપાસનું વજન વધારવા પાણીનાં ફુવારા છાંટવા નહી. નહી તો કપાસ પીળો પડી જશે અને કપાસની ગુણવતા બગડશે.