નિંદામણ નિયંત્રણ
કપાસના પાકમાં શરૂઆતની વૃઘ્ધિ અવસ્થાએ શરૂઆતમાં બે મહિના ખેતર નિદામણ મુકત રાખવું, ખૂબ જ જરૂરી છે. જેના માટે હાથથી નિંદામણ કરવું અથવા જરૂરીયાત મુજબ ગાળાફેર કરી આંતરખેડ કરવી જોઈએ. અથવા રાસાયણીક નિંદામણનાશક પેન્ડિમીથાલીન ૦.૯ કિ.ગ્રા./હે ૫૦૦ લીટર પાણીમાં ભેળવી વાવણી બાદ તુરંતજ (પ્રિ-ઈમરજન્સ) દવા છાંટવી જોઈએ. સામાન્ય રીતે બે વખત હાથથી નિંદામણ અને બે વખત આંતર ખેડ કરી નિંદામણ નિયંત્રણ કરવું જોઈએ.
કપાસ