કપાસની આધુનિક ખેતી ૫ઘ્‍ધતિ

ગુજરાત રાજયમાં રોકડીયા પાકોમાં કપાસ એક મહત્‍વનો પાક છે. સરકાર માન્‍ય બીટી જાતો તથા સંકર જાતોનું વાવેતર અને ઉત્‍પાદન વધતા તેની સાથે રોગ અને જીવાતનો ઉ૫દ્રવ, પોષક તત્‍વો તથા પિયતના પ્રશ્‍નો દિન પ્રતિદિન વધતા જાય છે. આ બધા પ્રશ્‍નો માટે કપાસની વૈજ્ઞાનિક ખેતીનો (સંકલીત ખેતી ૫ઘ્‍ધતિ) નો અભિગમ વા૫ર્યા વગર છૂટકો નથી. ખેડૂતો આડેધડ રાસાયણીક ખાતરો, દવાઓ, પોષક તત્‍વોનો છંટકાવ (સુક્શમ  તત્‍વો), વધારે પિયત આ૫વી, કપાસની જાતની ૫સંદગી, રાસાયણિક ખાતરો, છાણીયુ ખાતર, સુક્ષ્મ તત્‍વો, જીવાણુનુ ખાતર, પિયત કેટલું આ૫વુંવાવેતર વખતે બે છોડ તથા બે લાઈન વચ્‍ચે કેટલું અંતર રાખવું, બીજનો દર, સંકલીત નિદામણ નિયંત્રણ વિગેરે પ્રશ્‍નો વચ્‍ચે ખેડૂતોએ વૈજ્ઞાનિક અભિગમ અ૫નાવી આયોજન કરવાની ખાસ જરૂરીયાત છેનહીતર કપાસની ખેતીને આર્થિક દૃષ્‍ટિએ વિચારીએ તો સાધન સામગ્રીનો ખર્ચને ઉત્પાદકતા વચ્‍ચેનો ગાળો નાનો રહે તો નફો ઓછો મળે છે. આર્થિક ચોખ્‍ખો નફો વધારેમાં વધારે મળે તે અત્‍યંત જરૂરી છે.