કપાસના પાકમાં રાસાયણિક ખાતર અગત્યનું આર્થિક ખર્ચવાળુ સાધન છે. જમીનમાં ભેજની સંગ્રાહક શકિત, હવાની અવર જવર, જમીનની નિતાર શકિત અને જમીનની પ્રત સુધારવા માટે જમીનમાં સેન્દિ્રય ખાતર નાખવું ખુબજ જરૂરી હોય છે. કપાસના પાકને ૧૦ ટન પ્રતિ હેકટરે સેન્દિ્ય ખાતર (છાણીયું ખાતર) નાખવું જોઈએ. એટલે એક વિઘામાં ૧.૬ ટન (૧-૧.૫ ટ્રેલર) છાણીયું ખાતર નાખવું જોઈએ. સેન્દિ્રય ખાતર નાખવાથી જમીનની ફળદ્રુ૫તા તથા રાસાયણિક ખાતરો તથા સુક્ષ્મ જીવાણુ ખાતરોની ક્ષમતામાં વધારો થાય છે, અને છોડને મુખ્ય અને ગૌણ તત્વો ધીમે ધીમે અને લાંબા સમય સુધી મળે છે. તેથી જમીનની તંદુરસ્તી લાંબા સમય સુધી સારી અને શ્રેષ્ઠ રહે છે.
કપાસના પાક માટે છેલ્લામાં છેલ્લી ભલામણ મુજબ વધુ ઉત્પાદન આ૫તી હાઈબ્રીડ/બીટી હાઈબ્રીડ જાતો માટે ૧૦ ટન કોહવાયેલું છાણીયુ ખાતર/હેકટર અને ર૪૦-૫૦-૧૫૦ (ના-ફો-પો કિલો/હેકટર) આ૫વાની ભલામણ છે. સાથે સાથે ઝીંક સલ્ફેટ અને મેગ્નેશીયમ સલ્ફેટ ૫ણ પાયાના ખાતર તરીકે ર૫ કિલો/હે. આ૫વાથી કપાસનું વધુ ઉત્પાદન મેળવી શકાય છે. આ ઉ૫રાંત જૈવિક ખાતરોનો ૫ણ ઉ૫યોગ કરી શકાય.
રાસાયણીક ખાતર કયારે, કેટલુ અને કેવી રીતે આ૫વું ? (આરડીએફ : ર૪૦-૫૦-૧૫૦ એન૫ીકે/ હેકટર)
|
ખાતરનું નામ |
ડીએપી કિ/હે |
મ્યુરેટ ઓફ પોટાશ કિ/હે |
અમો. સલ્ફેટ કિ/હે |
યુરિયા કિ/હે |
યુરિયા કિ/હે |
યુરિયા કિ/હે |
|
પાયાનું ખાતર |
૫૫ |
૧ર૫ |
- |
- |
- |
- |
|
પાળા ચડાવતી વખતે |
૫૫ |
૧ર૫ |
- |
- |
- |
- |
|
પ્રથમ હપ્તો વાવેતર બાદ ત્રીજા અઠવાડીયે |
- |
- |
ર૭૫ |
- |
- |
- |
|
બીજો હપ્તો- પ્રથમ હપ્તા બાદ ત્રીજા અઠવાડીયે |
- |
- |
- |
૧ર૦ |
- |
- |
|
ત્રીજો હપ્તો - બીજા હપ્તા બાદ ત્રીજા અઠવાડીયે |
- |
- |
- |
- |
૧ર૦ |
- |
|
ચોથો હપ્તો-ત્રીજા હપ્તા બાદ ત્રીજા અઠવાડીયે |
- |
- |
- |
- |
- |
૧ર૦ |
|
કુલ |
૧૧૦ |
ર૫૦ |
ર૭૫ |
૩૬૦ |
||
(ડીએપી : ૧૧૦ કીગ્રા/હેકટર, એમઓપી ર૫૦ કીગ્રા/હેકટર, એએસ ર૭૫કીગ્રા /હેકટર, અને યુરીયા ૩૬૦ કીગ્રા /હેકટર)
કપાસના પાકમાં ૫૦ ટકા ફુલ અથવા ૫૦ ટકા જીંડવાના સમયે કપાસના પાન પીળા અને લાલ થઈ જતા હોય છે. પાછલી અવસ્થામાં પોષક તત્વોની ઉણ૫ના લીધે ઘણીવાર આવું બનતું હોય છે. તાત્કાલીક પોષક તત્વોની પુર્તિ કરવા બજારમાં મળતા ૧૯-૧૯-૧૯ (નાફોપો) એક પમ્પમાં ૧૫૦ ગ્રામ અને માઈક્રોમીકસ (ગ્રેડ-૪) ર૫ ગ્રામ નાખી બે થી ત્રણ વાર છંટકાવ કરવો જોઈએ. જેથી પાન પીળા/લાલ થતા અટકાવી શકાય.