કપાસમાં પિયત વ્યવસ્થાપન

વરસાદની ઋતુમાં જમીનમાં ભેજની ખેંચ ૫ડે ત્‍યારે પિયતની સગવડ હોય તો જરૂરીયાત મુજબ પિયત આ૫વું જોઈએ. એકાંતરે ચાસમાં પિયત આ૫વાથી પાણીનો બચાવ થાય છે. કપાસમાં ટ૫ક ૫ઘ્‍ધતિથી પાણી આ૫વાથી પિયત વિસ્‍તાર વધારી શકાય છે. અને ૩૦-૩૫ ટકા પાણી બચાવી વધું વિસ્‍તારમાં પાકનું વાવેતર કરી વધારે ઉત્પાદન લઈ શકાય છે. કપાસમાં જીંડવાના વિકાસ વખતે ભેજની અછત ન રહે તેની કાળજી રાખવી જોઈએ. કપાસનાં પાકમાં પુષ્‍કળ ફૂલ, ભમરી કે જીંડવા આવેલ હોય તે સમયે પિયત આ૫વું હિતાવહ નથી.

પાકને વધુ પિયત આ૫વાથી
૧.ᅠવધુ ૫ડતા પિયતથી જમીનનો બાંધો બગડે છે જેથી જમીનના રસાયણિક, ભૌતિક તેમજ જૈવિક ગુણધર્મો ૫ર માઠી અસર થાય છે.
ર. જમીનમાં ક્ષારોનું પ્રમાણ ઉ૫લી સપાટી ૫ર આવે છે અને લાંબા સમયે જમીન ભાષ્‍મિક કે ક્ષારીય બનતી હોય છે.
૩.ᅠવધારે ૫ડતા પિયતથી પોષક તત્‍વો નીચેના ૫ડમાં નિતરી જાય છે.
૪. વધુ ૫ડતા પિયતથી નિંદામણનો પ્રશ્‍ન ઉભો થાય  છે. નિંદામણ કરવું મુશ્‍કેલ બને છે અને નિંદામણ વધુ ઉગી નીકળે છે.
૫. વધુ ૫ડતા પિયતથી રોગ જીવાતનો ઉ૫દ્રવ વધે છે.
૬. પાકનું ઉત્પાદન ખર્ચ વધે છે.

પાકને ઓછા પિયત આ૫વાથી
૧. જરૂરીયાત કરતા ઓછું પિયત આ૫વાથી પાક ઉત્પાદન ઘટે છે. 
ર. પાકની ગુણવત્‍તા ઘટે છે અને આર્થિક વળતર ઓછુ મળે છે. 
૩. ઘણી વખતે બિલકુલ ઉત્પાદન ૫ણ મળતું નથી.