કપાસમાં જમીન ની તૈયારી
કપાસના પાકને સારા નિતારવાળી, મઘ્યમકાળી, બેસર, ગોરાળુ તથા સાધારણ રેતાળ જમીન વધુ અનુકુળ આવે છે. ઉનાળામાં બે થી ત્રણ વર્ષના અંતરે ટ્રેકટરથી ઉંડી ખેડ કરવાથી બહુ વર્ષાયુ- જીવાતના કોશેટા-પ્યુપાનું પ્રમાણ ઘટાડી શકાય છે. તેમજ પાણીને જમીન- પોષક તત્વોનું સરંક્ષણ ને સંવર્ધન કરી શકાય છે. ઉનાળા કે ચોમાસુ ઋતુની શરૂઆત થાય તે ૫હેલા જમીનને હળ કે ટ્રેકટરથી ખેડવી, પાચ્યુ અને કરબ(રા૫) થી ખેડી જમીનને તૈયાર કરવી. જેથી જમીનમાં ભેજ સંગ્રહ શકિત વધે તેથી બીજનું સ્ફુરણ કરવાની ક્શામતા વધારતા છોડની સંખ્યા- હેકટરે જાળવી શકીએ તો ઉત્પાદકતા વધારી શકાય.
કપાસ