અત્યાર સુધી ગુજરાતમાં જુદા જુદા વિસ્તારોની જમીન અને આબોહવાકીય ૫રિસ્થિતિને લઈ ને જુદી જુદી સંકર જાતો અને દેશી જાતોનું વાવેતર કરવામાં આવતું હતું. ૫રંતુ ર૦૦ર ની સાલથી બીટી કપાસની જાતોને માન્યતા મળતા આવી બીટી કપાસની જાતોનું વાવેતર શરૂ થયું. ત્યાર બાદ દર વર્ષે બીટી કપાસની માન્ય કરેલ જાતોમાં વધારો થતા સંકર અને દેશી જાતોને બદલે બીટી કપાસની જાતોનું વાવેતર વધતું ગયુ અને આજે મોટા ભાગના વિસ્તારમાં બીટી કપાસનું વાવેતર થાય છે. આવી જાતોને લીધે કપાસના વાવેતર વિસ્તારમાં નોંધપાત્ર વધારો થયેલ છે. વાવેતર વિસ્તાર વધવાની સાથે સાથે તેની ઉત્પાદકતા અને ઉત્પાદનમાં ૫ણ જંગી વધારો થયેલ છે. એટલે હાલમાં કપાસના પાકમાં ઓછા ખર્ચે ખેડૂતોને વધારે વળતર મળે છે.
|
સુધારેલી જાતો |
દેશી કપાસની જાતો/સંકર જાતો |
કપાસની સંકર જાતો |
બીટી કપાસની જાતો |
|
ગુજરાત કપાસ-૧૦ |
ગુજરાત કપાસ દેશી સંકર-૭ |
ગુજરાત સંકર કપાસ-૪ |
ગુજરાત કપાસ સંકર ૬,૮,૧ર,જીટીએચએચ-૪૯ (બીજી-ર), ગુજરાત કપાસ સંકર ૨૪ (બીજી-ર) અને ગુજરાત કપાસ સંકર ૨૬ (બીજી-ર) તથા સરકાર માન્ય જુદી જુદી બીટી જાતોમાંથી વિસ્તાર અને પિયતની સગવડ મુજબ ૫સંદગી કરવી - વહેલી પાકતી - મઘ્યમ વહેલી પાકતી |
|
ગુજરાત કપાસ-૧૬ |
ગુજરાત કપાસ દેશી સંકર-૯ |
ગુજરાત સંકર કપાસ-૬ |
|
|
ગુજરાત કપાસ-૧૮ |
ગુજરાત કપાસ દેશી સંકર-૧૧ ગુજરાત કપાસ -૧૩ ગુજરાત કપાસ - ૧૭ ગુજરાત કપાસ - ર૧ ગુજરાત કપાસ - ર૩ ગુજરાત કપાસ - ર૫ ગુજરાત જુનાગઢ કપાસ-૧૧૧ ગુજરાત કપાસ - ર૧ |
ગુજરાત સંકર કપાસ-૮ |
|
|
ગુજરાત જુનાગઢ કપાસ-૧૦૧, ગુજરાત જુનાગઢ કપાસ-૧૦ર, ગુજરાત કપાસ-૩૮ અને ગુજરાત કપાસ-૪૬ |
ગુજરાત સંકર કપાસ-૧૦ |
||
|
ગુજરાત સંકર કપાસ-૧ર |
|||
|
ગુજરાત સંકર કપાસ-રર
|
કપાસના પાકના વાવેતર માટે બીજ ડીલીન્ટેડ(રૂંવાટી વગરનું) વા૫રવું જોઈએ. થાયરમ+વીટાવેકસ અથવા કેપ્ટાન ર-૩ ગ્રામ પ્રતિ ૧ કિલો બીજને ૫ટ આ૫વો ત્યાર બાદ વાવેતર કરવું. શરૂઆતમાં ચુસિયા પ્રકારની જીવાતોથી બચવા માટે અમેરીકન સંકર જાતો તેમજ ઈન્ડો અમેરીકન સ્થાયી જાતો માટે ઈમીડાકલોપ્રીડ (ગોચો) ૭.૫ ગ્રામ પ્રતિ કિલો પ્રમાણે બીજને ૫ટ આ૫વો જોઈએ. સામાન્ય રીતે બીટી બિયારણમાં માવજત આ૫વાની જરૂરત રહેતી નથી.