કપાસમાં જમીન અને આબોહવા
કપાસના પાકને સારા નિતારવાળી, મઘ્યમકાળી, બેસર, ગોરાળુ તથા સાધારણ રેતાળ જમીન વધુ અનુકુળ આવે છે. કપાસના પાકને ગરમ હવામાન અનુકુળ આવે છે. તેમજ વિવિધ વાતાવરણમાં ઉગાડી શકાય છે અને સતત વૃધ્ધિ પામતો પાક છે. વધુમાં વધુ ૪૩૦ સે. ઉષ્ણતામાન તેમજ અછતની પરીસ્થિતિ સહન કરી શકે છે. આ પાકને વધુમાં વધુ ૩૨ થી ૪૦ ૦ સે. અને ઓછા માં ઓછું ૧૦ થી ૨૦૦ સે ઉષ્ણતામાન તેમજ ૫૦ ટકા કરતા વધારે સાપેક્ષ ભેજ (હયુમિડી) ની જરૂરિયાત રહે છે.
કપાસ