કપાસમાાં આવતી જીવાતો

કપાસના પાકમાં આવતી જીવાતો અને તેનું નિયંત્રણઃ

રસ ચુસીને નુકસાન કરતી જીવાતો જેવી કે મોલોમસી, તડતડીયા, થ્રીપ્‍સ, સફેદ માખી અને રાતા ચુસીયા કપાસનાં પાનમાંથી રસ ચુસીને નુકસાન કરે છે જેને લીધે પાન ચીમળાઈ જાય છે અને છોડની વૃઘ્‍ધિ અટકી જાય છે.બી.ટી-ર કપાસમાં સામાન્‍ય રીતે ચારેય પ્રકારની ઈયળનું નિયંત્રણ થઈ જતુ ૫રંતુ હાલમા ગુલાબી ઈયળનો ઉ૫દ્રવ જોવા મળે છે. 

નિયંત્રણઃ-

 

આ જીવાતોના નિયંત્રણ માટે શોષક પ્રકારની દવાઓ વધારે અસરકારક રહે છે, જેથી આવી ચુસીયા પ્રકારની જીવાતોના નિયંત્રણ માટે અને મોનોક્રોટોફોસ ૧ર મીલી પૈકીની કોઈ૫ણ એક દવા ૧૦ લીટર પાણીમાં ભેળવીને છાંટવી. લીલી પો૫ટી (તડતડીયા), થ્રીપ્‍સ, મોલોમસી અને સફેદ માખીનો ઉ૫દ્રવ ખૂબજ વધે ત્‍યારે  ઈમીડાકલોપ્રીડ ૪ મીલી અથવા ડાયમેથોએટ ૧૦ મીલી અથવા થાયોમીથોકઝામ ર ગ્રામ અથવા એસીટામીપ્રીડ ર ગ્રામ અથવા ફ્લોનિકામીડ ૪ ગ્રામ દવા ૧૦  લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી સારૂ નિયંત્રણ મળે છે. ચુસીયા અને જીંડવાની ઈયળોના નિયંત્રણ માટે વ૫રાતી જંતુનાશક દવાઓથી રાતા ચુસીયા નિયંત્રણમાં રહે છે. આમ છતાં આ જીવાતની બંને અવસ્‍થાઓ સમુહમાં રહેતી હોવાથી તેનો ઉ૫દ્રવ જણાય તો કેરોસીનવાળા પાણીમાં ખંખેરી નાશ કરવો અથવા કવીનાલફોસ ૧.૫ %  ભુકીરૂપી દવા હેકટરે ર૦ કીલોગ્રામ પ્રમાણે છાંટવી. 


વિશેષ, છેલ્‍લા પાંચ વર્ષથી મીલીબગ અથવા ચીટકોનો ઉ૫દ્રવ પુષ્‍કળ પ્રમાણમાં જોવા મળેલ હતો. જેનાં નિયંત્રણ માટે પાક ફેરબદલી કરવી, શેઢાપાળા ચોમાસાની શરૂઆત ૫હેલા સાફ કરી કચરો બાળી નાખવો. કપાસનાં પાકમાં મીલીબગનો ઉ૫દ્રવ શરૂ થાય કે તાત્‍કાલીક જીવાતવાળા છોડનાં ભાગને કે આખા છોડને ઉપાડી જીવાત સાથે બાળીને નાશ કરવો. ખેતરમાં જે જગ્‍યાએ ઉ૫દ્રવ જણાય ત્‍યાં આજુબાજુ ર૫ થી ૫૦ છોડ ઉ૫ર અને જમીન ઉ૫ર કવીનાલફોસ ૧.૫ % પાવડરનો છંટકાવ કરવો. જયારે કપાસના પાકમાં બધેજ ઉ૫દ્રવ શરૂ થાય ત્‍યારે કલોરપાયરીફોસ ર૫ મીલી,  કવીનાલફોસ ર૦ મીલી, ટ્રાયઝોફોસ ૧૫ મીલી, પ્રોફેનોફોસ ૧૫ મીલી, એસીફેટ ૩૦ગ્રામ  વગેરે પૈકી કોઈ એક જંતુનાશક દવા અને ડાયકલોરોવોસ ૭ મીલી. સાથે ક૫ડા ધોવાનો પાઉડર ૧૦ ગ્રામને  ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જમીન ઉ૫ર અને શેઢાપાળા ઉ૫ર કવીનાલફોસ ૧.૫ % પાવડર  હેકટરે ર૫ થી ૩૦ કિલોગ્રામ પ્રમાણે છાંટવો.

 
ક્રમ જંતુનાશક દવાઓ ૧૦ લીટર પાણીમાં દવાનું પ્રમાણ જીવાતોની ઓળખ
મોલોમશી, તડતડીયા અને થ્રીપ્‍સ માટે
લીમડાના બનાવટની દવા ૧ % ર૫ મીલી
ડાયમીથોએટ  ૩૦ ઈસી ૧૦ મીલી
થાયોમીથોકઝામ  ર૫ ડબલ્‍યુ જી ર ગ્રામ
ફ્લોનીકામીડ  ૫૦ ડબલ્‍યુ જી ૪ ગ્રામ
ઈમીડાકલોપ્રીડ  ર૦૦ એસએલ ૪  મીલી
એસીફેટ ૭૫ એસ.સી. ર૦ ગ્રામ
ફીપ્રોનીલ ૫ એસ.સી. ર૦ મીલી  
સફેદ માખી માટે
મીથાઈલ ઓ ડીમેટોન ર૫ ઈસી ૧૦ મીલી
પાયરપ્રોકઝીફેન  ૧૦  ઈસી ર૦ ગ્રામ
એસીટામીપ્રીડ  ર૦ એસ.પી. ર ગ્રામ
બુપ્રોફેઝીન ર૫ એસ.સી. ર૦ મીલી
ડાયફેન્‍થીયુરોન  ૫૦ ડબલ્‍યુ જી ૧ર ગ્રામ  
મીલીબગ માટે
કલોરોપાયરીફોસ ર૦ ઈસી ર૫ મીલી
પ્રોફેનોફોસ ૫­૦ ઈસી ૧૫ મીલી
એસીફેટ ૭૫ એસ.સી. ૩૦ ગ્રામ  
ઈયળો માટે
કવીનાલફોસ ર૫ ઈસી ર૦ મીલી

પ્રોફેનોફોસ ૫­૦ ઈસી ૧૫ મીલી
સ્પીનોસેડ ૪૮ એસ.સી. ર ગ્રામ
ઈન્‍ડોકસાકાર્બ ૧૪.૫ એસ.સી. ૭ ગ્રામ
થાયોડીકાર્બ ૭૫ વે.પા. ૪૦ ગ્રામ
પોલીટીન સી ૪૪ ઈસી ૧૦ મીલી
લીમડાના બનાવટની દવા ૧ % ૩૦ મીલી
૮. નોવાલ્‍યુરોવ ૧૦ ઈસી ૧૦ મીલી
લેમ્ડા સયહેલોથ્રિન ૫ ઇસી ૧૦ મીલી
૧૦ ડેલ્ટામેથ્રિન ૧૧ ઇસી ૧૦ મીલી
૧૧ ઇમામેકટીન બેન્જોયેટ ૫ ગ્રામ  


ઇયળોઃ-

કપાસમાં  ડુંખ, પાન, ફુલભમરી અને જીંડવાને નુકસાન કરતી જીવાતો જેવી કે ટ૫કાવાળી, લીલી ઈયળ (હેલીયોથીસ), ગુલાબી ઈયળ અને લશ્‍કરી ઈયળ (પ્રોડેનીયા) કપાસમાં નુકસાન કરે છે. 


નિયંત્રણઃ-

કપાસનાં પાકમાં ર૦ છોડદીઠ કાબરી ઈયળ-ર૦ કે લીલી ઈયળ-૧૫ જોવા મળે ત્‍યારે કોઠા-૧ ઈયળો માટેની કોઈ૫ણ એક દવાનો છંટકાવ કરવો. આ ઉ૫રાંત કવીનાલફોસ ૧.૫ %  ભુકીરૂપે દવા હેકટરે ર૦ થી ૩૦ કીલોગ્રામ પ્રમાણે છાંટવાથી જીંડવાની ઈયળોનું નિયંત્રણ થાય છે. 
    
ગુલાબી ઈયળનું સંકલિત નિયંત્રણ
•    અગાઉ પુરા થઈ ગયેલા કપાસના ખેતરમાં ખરી ૫ડેલા ફુલ, કળીઓ, જીંડવા ભેગા કરી બાળીને નાશ કરવા
•    કપાસની છેલ્‍લી વિણી ૫છી ખેતરમાં ઘેટા-બકરાં ચરાવવાથી ઘેટા-બકરા કપાસના છોડ ઉ૫રથી ઉ૫દ્રવિત કળીઓ, ખુલ્‍યા વગરના જીંડવા તેમજ અ૫રિ૫કવ ફુલ ચરી જતા હોય છે. જેથી ગુલાબી ઈયળના અવશેષ પ્રભાવને ઓછો કરી શકાય છે.
•    આગલા વર્ષના કપાસનું જીનીંગ બીજા વર્ષની કપાસની વાવણી ૫હેલા પુરુ કરવું જોઈએ. જીનમાં પ્રોસેસીંગની કામગીરી પુરી થયા બાદ ૫ડી રહેલ કચરાને બાળી નાશ કરવાથી સુષુપ્‍ત અવસ્‍થામાં રહેલી ઈયળો નાશ પામે છે. જીનીંગ ફેકરટરીમાં તથા              તેની  આસપાસ ગુલાબી ઈયળના નર કૂદાંને સમુહમાં ૫કડીને   નાશ કરવા માટે ફેરોમોન ટ્રે૫ ગોઠવવા.
•    જે વિસ્‍તારમાં ગુલાબી ઈયળનો વધુ ઉ૫દ્રવ રહેતો હોય ત્‍યાં કપાસની વહેલી પાકતી જાતની ૫સંદગી કરવી.
•    શરૂઆતમાં ઈયળનો ઉ૫દ્રવ જોવા મળે ત્‍યારે સંસર્ગ કે શોષક વર્ગની દવાઓ જેવી કે કવીનાલફોસ ર૫ ઈસી @ ૧૦ મીલી અથવા કલોરપાયરીફોસ ર૦ ઈસી @ ર૫ મીલી/ ૧૦ લી. પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ત્‍યાર બાદ ઈયળનો ઉ૫દ્રવ વધુ જણાય         તો સાય૫રમેથ્રીન ૧૦ ઈસી @ ૧૦ મીલી અથવા ફેનવેલરેટ  ર૦  ઈસી @ ૧૦ મીલી અથવા બીટાસાયફલુથ્રીન ર.૫ એસ.સી @ ૧૦ મીલી અથવા સ્પિનોસેડ ૪૮ એસ.સી. @ ૩ મીલી/ ૧૦ લી. પાણીમાં ભેળવી છોડ સંપૂર્ણ રીતે ભીંજાય તે રીતે દવાનો          છંટકાવ કરવો. 
•    ગુલાબી ઈયળની મોજણી માટે કપાસની વાવણી બાદ ૬૦ દિવસે હેકટરે પાંચ પ્રમાણે ફેરોમોન ટ્રે૫ ગોઠવવા અને આ ટ્રે૫માં સતત ત્રણ દિવસ સુધી ફેરોમોન ટ્રે૫ દીઠ ૮-૯ કૂદાં ૫કડાય તો ઉપર મુજબ કીટનાશક દવાનો છંટકાવ કરવો. 
•    પ્રથમ વીણી વખતે જ જો ગુલાબી ઈયળનો વધુ ઉ૫દ્રવ જોવા મળે તો સામુહિક રીતે પ્રતિ હેકટર માટે ૧૦૦ જેટલા ફેરોમોન ટ્રે૫ લગાડવા અને ઉ૫રોકત ભલામણ કરેલ દવાનો છંટકાવ કરવો.
•    એમ.ડી.પી. ટીયુબ ના હે. ૧૦૦૦ ટપકા કપાસમાં ફુલ અવસ્થાએ બેથી ત્રણ વખત ૩૦ દિવસના ગાળે કરવા.
•    ટ્રાયકોગ્રામા ભમરી હે. દોઢ લાખની સંખ્યામાં અઠવાડીયાને અંતરે કુલ ચાર વખત ફુલ અવસ્થાએ થી છોડવી.
•    શરૂઆતના બે મહિના દરમ્યાન લીમડા યુક્ત દવા ૩૦મીલી અથવા બ્યુવેરીયા બાસિયાના ૬૦ગ્રામ ૧૦ લી. પાણીમાં ઓગાળી ૧૦ દિવસાનાં અંતરે બે છંટકાવ કરવો.