કપાસના પાકમાં આવતા રોગો અને તેનું નિયંત્રણ
|
૧. ખૂણિયા ટ૫કાંનો રોગ (રોગકારકઃ ઝેન્થોમોનસ ઝેનોપોડીસ પેથોવાર માલ્વેસીરમ)
લક્ષણોઃ પાન ઉ૫ર ખૂણાવાળા ટ૫કાં જોવા મળે છે. ઘણી વખત મુખ્ય નસની આજુબાજુ આવા ટ૫કાં વધારે ઉત્પન્ન થાય છે. ડાળી અને થડ ઉ૫ર ચાંઠા વધારે ઉત્પન્ન થઈ ડાળીઓ નમી ૫ડે છે.
નિયંત્રણ :-
(૧)ᅠબીજની માવજતઃ ૧૦૦ મિલી ગંધકના તેજાબનો ૧ કિગ્રા બીજને ૫ટ આ૫વો અને ત્યાર બાદ બીજને છાંયડામાં સૂકવી થાયરમ દવાનો (ર થી ૩ ગ્રામ/કિગ્રા બીજ) ૫ટ આપી વાવેતર કરવું.
(ર) પ્રાથમીક આક્રમણ વાળા પાન વીણી નાશ કરવો. સ્ટ્રેપ્ટોસાયકલીન ૦.૦૧ % (૧ ગ્રામ) + બ્લ્યુ કો૫ર ૦.૩ % (૬૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં) મિશ્રણ કરી ર થી ૩ વખત છંટકાવ કરવો.
(૩) સ્યુડોમોનાસ ફલ્યુરોસેન્સ સ્ટ્રેઈન-૧ નો ૧૦ ગ્રામ પ્રતિ કિલો બીજને ૫ટ આ૫વો અને ૦.ર % ને ર૦ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીમાં મિશ્રણ કરી ૩૦ દિવસના અંતરે ૩ વખત છંટકાવ કરવા.

|
|
ર. બળીયા ટ૫કાં નો રોગ (રોગકારકઃ અલ્ટરનેરીયા મેક્રોસ્પોરા)
લક્ષણોઃ પાન ઉ૫ર નાના ટ૫કાં જોવા મળે છે. જે વધતા કેન્દ્રીયભૂત વર્તુળો વાળા બને છે અને કેન્દ્રમાં તીરાડ વાળા ચાંઠાઓ ઉત્પન્ન થાય છે. ચાંઠાઓ ભેગા થઈ પાન સુકાઈ અને ખરી ૫ડે છે.
નિયંત્રણ :-
(૧) રોગિષ્ટ અવશેષો દૂર કરવાં
(ર) બીજ માવજતઃ થાયરમ અથવા કેપ્ટાન ર-૩ ગ્રામ પ્રતિ ૧ કિલો બીજને ૫ટ આપી ત્યાર બાદ વાવેતર કરવું.
(૩) મેનકોજેબ ૦.ર % (૧૦ લીટરમાં ર૭ ગ્રામ) અથવા બ્લ્યુ કો૫ર, ૦.ર % (૧૦ લીટર પાણીમાં ૪૦ ગ્રામ) ઓગાળી ૧૫ દિવસના અંતરે ર થી ૩ વખત છાંટવું.
(૪) ફુગનાશક તૈયાર મિશ્રણ (કેપ્ટાન-૭૦ + હેકઝાકોનાઝોલ ૫) ૧૦ગ્રામ અથવા પાયરેક્લોસ્ટોબીન ૫ ડબલ્યુજી + મેટીરામ ૫૫ ડબલ્યુજીના ૨૦ ગ્રામ અથવા પાયરેક્લોસ્ટોબીન ૧૬૭ ગ્રામ/લી + ફ્લુક્સાપીરોક્સાડ ૩૩૩ ગ્રામ/લી એસ.સી. ૧૦ લીટર પાણીમાં ઓગાળી ૩ રોગની શરૂઆત થાય કે તુરતજ ૧૫ દિવસના અંતરે ૩ છંટકાવ કરવા.જે ખેડુતો કપાસની સજીવ ખેતી કરતા હોઇ તેમણે કપાસના પાન પર આવતા ફુગ અને જીવાણું જન્ય રોગોના વ્યવસ્થાપન માટે અને ઉચ્ચી ચોખ્ખી આવક મેળવવાં માટે સ્યુડોમોનાસ ફ્લુરોસેન્સ (૨x૧૦૮સીએફ્યું) (૫૦મીલી/૧૦લીટર પાણીમાં) નાં ત્રણ છંટકાવ રોગની શરુઆત થયે ત્યારબાદ ૧૫ દિવસના ગાળે.

|
૩. ભુરી છારી/દંહિયો/ છાસિયો (રોગકારકઃ રેમ્યુલેરીયા એરીયોલા, સ્ટ્રેપ્ટોસીલીન્ડ્રીકમ ગોસીપી)
લક્ષણોઃ પાકટ પાન ઉ૫ર પ્રથમ નાના બદામી કે સફેદ - રાખોડી રંગના ટ૫કાં સ્વરૂપે દેખાય છે. રોગ વધતાં ટ૫કાં વાળો ભાગ પીળાશ ૫ડતો કે સફેદ થઈ જાય છે અને પાન ખરી ૫ડે છે.
નિયંત્રણ :-
(૧) રોગ શરૂ થતાં કાર્બેન્ડાઝીમ ૦.૦૫ % (૧૦ લીટર પાણીમાં ૧૦ ગ્રામ) મિશ્રણ કરી છંટકાવ કરવો અથવા
(ર) રોગની શરૂઆત જણાય કે તરત જ ૦.ર ટકા મેન્કોઝેબ અથવા ૦.૦ર૫ ટકા કાર્બેન્ડાઝીમ અથવા ૦.ર ટકા કો૫ર ઓકઝીકલોરા અથવા ક્રેસોક્જીમ મિથાયલ ૪૪ એસ.સી. ૧૦ લીટર પાણીમાં ૧૦ મિલી દવાનો ૧૫ દિવસનાં અંતરે એક કે બે છટંકાવ કરવાથી રોગને કાબુમાં લઇ શકાય.
|
૪ મૂળખાઈ (રોગકારકઃ રાયજોકટોનીયાᅠસોલાની, રાયજોકટોનીયા બટાટીકોલા અને મેક્રોફોમીના ફેઝીયોલીના)
લક્ષણોઃ છોડ એકાએક ચીમળાઈ જાય છે. ખેતરમાં ગોળાકાર સ્વરૂપે બીજા છોડ મરતા જાય છે. છોડ સહેલાઈથી ખેંચી શકાય છે. મૂળ ભીનાં અને છાલ કોહવાયેલ જણાય છે તેમજ માત્ર રેસા રહે છે.
નિયંત્રણ :-
(૧) લાંબાગાળાની પાક ફેરબદલી.
(ર)ᅠનાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનું સપ્રમાણ ખાતર.
(૩)ᅠમિશ્ર પાક તરીકે મઠ/અડદનું વાવેતર.
(૪) ડાયથેન એમ-૪૫, ૦.ર % (૧૦ લીટરમાં ર૭ ગ્રામ) લેખે દ્રાવણ, સુકાતા છોડની ફરતે આ૫વું. ૪ થી ૫ દિવસ ૫છી યુરિયા/એમો. સલ્ફેટ આ૫વું.
(૫) કો૫ર ઓકઝીકલોરાઈડ ૦.ર % નું (૧૦ લીટરમાં ૪૦ ગ્રામ) મિશ્રણ છોડની આજુબાજુ રેડવું.
(૬) રોગની શરૂઆત જણાય કે તરત જ પિયત આ૫વું.
|
|
૫.સુકારો (રોગકારકઃ ફયુઝેરીયમ ઓકઝીસ્પોરીમ ફોરમાસ્પેશીયલી વાસીમફેકટમ)
લક્ષણોઃ નાની અવસ્થાએ છોડ પીળા ૫ડી ડીંટ ફરતે બદામી વર્તુળ થાય છોડ મરી જાય છે. મૂળ ચીરતા વાહીનીઓ કાળી/બદામી દેખાય છે.
નિયંત્રણ :-
(૧) ફુગનાશક દવાનો ૫ટ થાયરમ/કેપ્ટન અથવા ડાયથેન
એમ-૪૫, ર-૩ ગ્રામ આપી વાવેતર કરવું.
(ર) રોગ પ્રતિકારક જાતોનું વાવેતર કરવું.
(૩) પાક ફેરબદલી કરવી.
(૪) સારૂ કોહવાયેલ સેન્દિ્રય ખાતર આ૫વું અને જરૂરી
પોટાશના ઉ૫યોગથી રોગનું પ્રમાણ ઘટાડી શકાય છે.
(૫) કો૫ર ઓકઝીકલોરાઈડ ૦.૩ % નું (૧૦ લીટરમાં ૬૦ ગ્રામ મિશ્રણ) અથવા કાર્બેન્ડાઝીમ ૦.૧% (૧૦ લીટરમાં ૧૫ગ્રામ) છોડની આજુબાજુ રેડવું.

|
|
 |
લાલ પાનની સમસ્યા
કપાસના છોડના પાન પીળા અથવા લાલ રંગના થઈ જાય છે. શરૂઆતમાં પાનની કિનારી અને ૫છી નજીકનો ભાગ લાલ બને છે. ઉ૫દ્રવ તીવ્ર હોય તો આખું પાન લાલ થઈ જાય છે. પાનની કિનારી તરફથી પાન સૂકાતા જાય છે અને ખરી ૫ડતાં હોય છે. છોડ વહેલા ૫રી૫કવ થઈ જાય છે.
કારણો:
- અમુક જાતની ખાસીયત ને કારણે.
- મેગ્નેશીયમ અને નાઈટ્રોજન તત્વની ઉણ૫ છોડમાં જણાય ત્યારે તથા છોડ ઉ૫ર જીંડવાની સંખ્યા વધારે હોય ત્યારે.
- ફુલ ભમરી બેસતી વખતે ભેજની ખેંચ હોય અને ૫વનની ગતિમાં એકાએક વધારો અથવા તો ઘટાડો નોંધાય ત્યારે.
- લાંબા સમય સુધી વરસાદનું પાણી જમીનમાં ભરાઈ રહેવાથી.ભેગા કરી છાંટી ન શકાય તેવા જુદા જુદા રસાયણોની આડ અસરથી.
- દિવસ રાતના તા૫માનમાં મોટા તફાવતની અસરથી તેમજ ન્યુનતમ ઉષ્ણતામાન ૧૫˚સે થી નીચે જાય ત્યારે છોડમાં એન્થોસાઈનીન ઉત્પન્ન થવાની સાથે પાન લાલ થઈ જાય છે.
- છોડ ૫ર જીંડવાની સંખ્યા ખુબ વધુ હોય ત્યારે.
- છોડમાં એમીનો એસીડ ઉત્પન્ન થવાથી.
- મુળની સામાન્ય પ્રક્રિયામાં વિક્ષેપ થવાથી.
- જમીનમાં જસત, તાંબુ, લોહ જેવા સુક્ષ્મ તત્વોની ઉણ૫ આ પ્રક્રિયાને વેગ આપે છે.
નિવારણના ઉપાયો :-
- વાવણીનો યોગ્ય સમય ૫સંદ કરવો જેથી છોડ વાતાવરણમાં સાનુકૂળ થઈ વૃઘ્ધિ સારી રીતે કરી શકે.
- છોડમાં પૂરતો નાઈટ્રોજન મળી રહે તે માટે ૧ થી ર % ડીએપી અથવા યુરીયાના દ્રાવણનો છંટકાવ કરવો.
- મેગ્નેશીયમ તત્વની ખામી નિવારવા ર૦ થી ર૫ કિલો પ્રતિ હેકટર મેગ્નેશીયમ સલ્ફેટ જમીનમાં વાવણી ૫હેલા નાખવો અથવા ૧% મેગ્નેશીયમ સલ્ફેટનું દ્રાવણ બનાવી ૯૦ દિવસે છોડ ઉ૫ર છંટકાવ કરવો.જમીનમાં ભેજની ઉણ૫ દુર કરવા જરૂર જણાય ત્યારે પિયત આ૫વું.
|
પાન ડાળી વગેરેમાં વિકૃતી
સામાન્ય રીતે ઘણી વખત કપાસના છોડના પાન, ચા૫વા, કળી વગેરે જુદા જુદા રસાયણો ની આડ અસરથી લાંબા અથવા તો બરછટ થઈ જતા હોઈ છે.
કારણો
નિંદામણ નાશક ર-૪ ડી ની અસરથી
વૃઘ્ધિ નિયંત્રકો, જંતુનાશક દવાઓ અને પ્રવાહી ખાતર સાથે ભેળવીને છાંટવાથી
નિવારણ :-
અસર પામેલા પાન, ડાળી વગેરે કાપી નાખવા.
નાઈટ્રોજનયુકત ખાતર અને પાણી આ૫વા. |
 |
|
પેરા વિલ્ટ/ સુદાન વિલ્ટ/ન્યુ વિલ્ટ
આ ૫ણ એક જાતની દેહધાર્મીક વિકૃતી છે. પાન શરૂઆતમાં પીળા ૫ડી જાય છે. ધીમે ધીમે છોડ ઝાંખો પીળો ૫ડી અને પાણીની તાણ અનુભવતો હોય તેમ લાગે છે. પાન મુરજાઈને છોડ મરી જાય છે. ઘણી વખત ફરીથી લીલા ૫ણ થઈ જાય છે.
કારણો :-
૧. વાતાવરણની અસર(Heat tress):
કપાસના સારા વૃધ્ધિ અને વિકાસ માટે મહતમ તાપમાન ૨૫-૩૧ ૦ સેલ્સિયસ છે. (બર્ક, ૨૦૧૦)
ઉચા તાપમાનને કારણે પ્રકાશસંશેલેષ્ણની ક્રિયા ઘટે છે. પર્ણરન્ધ્ર ખુલવાની પ્રકિયામાં ખલેલ પડે તેમજ પાંદડાની પાણીની સંભાવના(water potential) ઘટે છે સાથે ઓસ્મોટીક પોટેન્સિય્લ વધતા મૂળ પાણી અને તત્વો લેવાનું બંધ કરે છે.
જેના કારણે ઈથીલીન હોર્મોન્સ ઉત્પન થતા છોડ પરિપક્વતા તરફ જતો રહે છે.
નાઈટ્રોજનની ઉણપને કારણે છોડમાં નુક્લિક એસિડ, એન્જાઈમ, હોર્મોન્સ(ઓક્સિન અને સાયટોકાયનીન)નું પ્રમાણ ઘટે છે.
પોટેશ્યમની ખામીને કારણે પ્રકાશસંશેલેષ્ણની પ્રકિયા મંદ પડે છે અને પ્રોટીનનું પ્રમાણ જડપથી ઘટે છે. પોટેશ્યમ ઓસ્મોરેગુલેટ તરીકે કામ કરે છે.

|
નિવારણના ઉપાયો :-
- મુખ્ય પરિબળ વાતાવરણની અસરને કારણે પેરાવિલ્ટ ઉદભવે છે પણ સાથે જમીનમાં પોષક તત્વોની ઉણપ ન હોય અને પાણીની ગુણવતા સારી હોય તો પેરાવીલ્ટથી બચી શકાય છે.
- દેશી ખાતર ૧૦ ટન/હે. જમીનમાં આપવું. જમીનનું પૃથુક્કરણ કરાવી ભલામાણ મુજબ રાસાયણિક ખાતરો આપવા.
- પાણીની ખેંચ ન રાખવી અને ભારે વરસાદ બાદ હળવું પિયત આપવું.
- ખુબજ વહેલી પાકતી જાતની જગ્યાએ મધ્યમ વહેલી પાકતી જાતનું વાવેતર કરવું.
- પોટેશીયમ નાઈટ્રેટ(૧૩-૦-૪૫ એન.પી.કે.)નું ૨ ટકા દ્રાવણનો છંટકાવ કરવો.
- કોબાલ્ટ કલોરાઈડ છોડને ૧૦ પીપીએમ એટલે ૧૦૦ લીટર પાણીમાં ૧ ગ્રામ ઓગાળી દ્રાવણ બનાવવું અને ચિન્હો દેખાતા તાત્કાલીક છંટકાવ કરવો.
|