પ્રસ્તાવના
તુવેર કઠોળ વર્ગનો અગત્યનો પાક છે. ગુજરાતમાં વર્ષ ર૦ર૩-ર૪ માં ર.ર૭ લાખ હેકટરમાં વાવેતર થયેલ હતુ. જેમાંથી ર.૬૪ લાખ ટન ઉત્પાદન અને ૧૧૬૩ કિલો પ્રતિ હેકટર ઉત્પાદકતા પ્રાપ્ત થયેલ. ગુજરાતમાં તુવેર મુખ્યત્વે વડોદરા, ભરૂચ, પંચમહાલ, સાબરકાંઠા, નર્મદા, સુરત, તાપી અને દાહોદ જીલ્લામાં વધારે વવાય છે. ગત વર્ષ થી સૌરાષ્ટ્રમાં પણ ખેડુતો તુવેરનો પાક પસંદ કરવા લાગ્યા છે. ઘણાં ખેડુતો તુવેરને રીલે પાક તરીકે મગફળીમાં પણ વાવે છે.
તુવેર