(૧) અડદમાં નફો અને અસરકારક નીંદણ નિયંત્રણ :
દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારમાં ચોમાસુ અડદનું વાવેતર કરતા ખેડૂતોને સલાહ આપવા આવે છે કે અડદનું મહતમ ઉત્પાદન, નફો અને અસરકારક નીંદણ નિયંત્રણ માટે કવીઝાલોફોપ-ઈથાઈલ ૪૦ ગ્રામ/હે. (પ ઈ.સી. ૧૬ મિ.લિ./૧૦ લિટર પાણી) પ્રમાણે વાવણી બાદ ર૦ દિવસે છંટકાવ કરવો તથા વાવણી બાદ ૪૦ દિવસે હાથ નિંદામણ કરવું
(૨) અડદમાં ઈયળોનું અસરકારકને અર્થક્ષમ નિયંત્રણ :
દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારના ખેડૂતોને અડદનાં પાકમાં શિંગ કોરી ખાનારી ઈયળોનાં અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે કલોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.પ એસ.સી. ૦.૦૬% (૩ મિ.લિ./૧૦ લિટર પાણીમાં) અથવા ફલુબેન્ડીયામાઈડ ૪૮ એસ.સી. ૦.૦૦૯૬ % (ર મિ.લિ./૧૦ લિટર પાણીમાં) ના બે છંટકાવ કરવાની ભલામણ છે. પ્રથમ છંટકાવ પ૦ % ફૂલ અવસ્થાએ અને બીજો છંટકાવ બાદ ૧પ દિવસે કરવો.
કલોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.પ એસ.સી. ના છેલ્લા છંટકાવ અને કાપણી વચ્ચેનો સમયગાળો ર૦ દિવસનો જાળવવો અને ફલુબેન્ડીયામાઈડ ૪૮ છેલ્લા છંટકાવ અને કાપણી વચ્ચેનો સમયગાળો ૧૧ દિવસનો જાળવવો.
અડદમાં ભલામણો
અડદ