અડદમાં નિંદામણ અને આંતરખેડ

અડદના પાકને જરૂરીયાત મુજબ ૨ થી ૩ વખત હાથથી નિંદામણ અને આંતરખેડ કરવી. જો ખેતમજુરોની અછત હોય તો રાસાયણિક નિયંત્રણ માટે વાવેતર બાદ તુરત એટલે કે અડદ ઉગતા પહેલાં પેન્ડીમિથાલીન (સ્ટોમ્પ) (૧૦ લિટર પાણીમાં પપ મિ.લિ.) દવા હેકટરે ૧ કિ.ગ્રા સક્રિય તત્વ મુજબ પ૦૦ થી ૬૦૦ લિટર પાણીમાં ભેળવી છાંટવાથી નિંદામણ નિયંત્રણ થાય છે.