પ્રસ્તાવના

અડદ જેવા ટુંકા ગાળાના કઠોળ વર્ગના પાકો ગુજરાત રાજયમાં ખરીફ અને ઉનાળુ ઋતુમાં લેવામાં આવે છે. ગુજરાતમાં વર્ષ ૨૦૨૩-૨૪ માં અડદનું અંદાજે ૧.૦૦ લાખ હેકટરમાં બન્ને ઋતુમાં વાવેતર થયેલ. અડદનો મહતમ વિસ્તાર ખરીફ ઋતુમાં હોય છે. ગુજરાત રાજયમાં છેલ્લા વર્ષોમાં આ પાકના વિસ્તારમાં સારો એવો વધારો થયો છે. આ પાકના ભાવ પણ સારા મળતા હોવાથી એકંદરે ખેડુતને માત્ર અઢી થી ત્રણ માસમાં સારૂં વળતર મળે છે. અડદ કઠોળ વર્ગના પાક હોવાથી જમીનની ફળદ્રુપતામાં પણ વધારો કરે છે.