પ્રસ્તાવના

અડદ જેવા ટુંકા ગાળાના કઠોળ વર્ગના પાકો ગુજરાત રાજયમાં ખરીફ અને ઉનાળુ ઋતુમાં લેવામાં આવે છે. ગુજરાતમાં વર્ષ ર૦ર૪-૨૫ માં અડદનું ૧.૧૪ લાખ હેકટરમાં વાવેતર થયેલ હતુ. જેમાંથી ઉત્પાદન ૦.૮૯ લાખ ટન તથા ઉત્પાદકતા ૭૮૭ કિલો પ્રતિ હેકટરે પ્રાપ્ત થયેલ. અડદનો મહતમ વિસ્તાર ખરીફ ઋતુમાં હોય છે. ગુજરાત રાજયમાં છેલ્લા વર્ષોમાં આ પાકના વિસ્તારમાં સારો એવો વધારો થયો છે. આ પાકના ભાવ પણ સારા મળતા હોવાથી એકંદરે ખેડુતને માત્ર અઢી થી ત્રણ માસમાં સારૂં વળતર મળે છે. અડદ કઠોળ વર્ગના પાક હોવાથી જમીનની ફળદ્રુપતામાં પણ વધારો કરે છે.