(૧) પિયત પરિસ્થિતીમાં ચણાની જાતોનું જુદા-જુદા સમયે વાવેતરનું મૂલ્યાંકન :
દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારના ખેડૂતોને વધુ ઉત્પાદન અને ચોખ્ખો નફો મેળવવા માટે પિયત ચણાનું વાવેતર નવેમ્બર માસના પ્રથમ પખવાડીયા (સરેરાશ ન્યુનતમ તાપમાન ૧૯.૯° સે. તથા સરેરાશ મહતમ તાપમાન ૩૪.૭° સે.) દરમ્યાન કરવાની ભલામણ કરવામાં આવે છે.
(૨) જૈવિક ખાતર તથા મોલીબ્ડેનમની ચણાના ઉત્પાદન પર અસર :
દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારમાં પિયત ચણાનું વાવેતર કરતાં ખેડૂતોને વધુ ઉત્પાદન મેળવવા માટે બીજને રાઈઝોબીયમ કલ્ચર (રપ ગ્રામ/કિ.ગ્રા. બીજ) ફોસ્ફેટ સોલ્યુબીઈઝીંગ બેકટેરીયલ કલ્ચર (બેસીલસ સબટીલીસ) ૩૦ ગ્રામ/કિ.ગ્રા. બીજ પ્રમાણે માવજત આપવાની સાથે ભલામણ કરેલ રાસાયણિક ખાતરનો જથ્થો (ર૦-૪૦-૦૦ ના.ફો.પો. કિ.ગ્રા/હે.) આપવાની ભલામણ કરવામાં આવે છે. ચણામાં મોલીબ્ડેનમ આપવુ ફાયદાકારક જણાયેલ નથી.
(૩) ચણાના પાકમાં પિયત પધ્ધતિ :
દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારનાં ચણા ઉગાડતા ખેડુતોને ભલામણ કરવામાં આવે છે કે પાકનું વધુ ઉત્પાદન, વધુ ચોખ્ખો નફો મેળવવા તેમજ પિયત પાણીના ર૭% બચાવ માટે બે પિયત રેલાવીને આપ્યા બાદ ટપક સિંચાઈ પધ્ધતિથી પાકનો ૦.૮ બાસ્પોત્સર્જન આંક હોય ત્યારે દર પાંચમાં દિવસે પિયત આપવાની ભલામણ કરવામાં આવે છે. ટપક પધ્ધતિને લગતી વિગતો નીચે મુજબ છે.
|
ટપક પધ્ધતિની વિગત |
પરીચલનનો સમય |
|
|
મહીનો |
મીનીટ |
|
|
પાણીની નળીઓનું અંતર : ૯૦ સેમી. |
ડિસેમ્બર |
પ૭ |
|
ટપકણીયાનું અંતર : ૪પ સેમી. |
જાન્યુઆરી |
૧૦૪ |
|
ટપકણીયાની સ્ત્રાવક્ષમતા : ૪ લીટર પ્રતિ કલાક |
ફેબ્રુઆરી |
૬પ |
|
પટી ચલણનું દબાણ : ૧.ર કિગ્રા પ્રતિ ચો. સેમી |
|
|
|
પટી ચલણની પુનરાવૃતિ : પમાં દિવસે |
|
|
(૪) ચણાના પાકમાં કટોકટી અવસ્થાએ પિયત વ્યવસ્થાપન :
દક્ષિાણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારમાં ઓછા પાણીથી ચણાની ખેતી કરતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે, પ્રથમ પિયત વાવેતર બાદ તુરંત અને બીજુ પિયત ૬ થી ૭ દિવસે આપ્યા બાદ પાકની કટોકટીની અવસ્થાઓ જેવી કે ડાળીઓ ફુટવી, ફુલ આવવા, પોપટા આવવા અને દાણા ભરાવા વખતે ચાર પિયત આપવાથી વધારે ઉત્પાદન મેળવી શકાય છે અને ૧૭ ટકા પિયત પાણીની બચત કરી શકાય છે.
(૫) ચણાની લીલી ઈયળ માટે નવા મોલેકયુલ્સની અસરકારકતા :
દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારના ખેડૂતોને ચણાનાં પાકમાં લીલી ઈયળનાં અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે કલોરાન્ટ્રાનીલીપ્રોલ ર૦ એસ.સી. ૦.૦૦૩% (૧.પ મિ.લિ./૧૦ લિટર પાણી; ૧પ ગ્રામ સ.ત./હેકટર) અથવા ઈમામેકટીન બેન્ઝોએટ પ એસજી ૦.૦૦૧% (ર ગ્રામ/૧૦ લિટર પાણી; પ ગ્રામ સ.ત./હેકટર). પ્રથમ છંટકાવ પ૦% ફૂલ અવસ્થાએ અને બીજો છંટકાવ પ્રથમ છંટકાવ બાદ ૧પ દિવસે કરવો. આ કિટનાશક દવાઓના છેલ્લા છંટકાવ અને કાપણી વચ્ચેનો સમય ગાળો ર૭ દિવસનો જાળવવો.
(૬) ચણાના પાકમાં લીલી ઈયળનું સંકલિત નિયંત્રણ :
દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારના ખેડૂનોને ચણાના પાકમાં લીલી ઈયળના અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે એચ.એન.પી.વી. ર × ૧૦૯ પી.ઓ.બી. /મિ.લિ. (પ મિ.લિ./૧૦ લિટર પાણીમાં) અને કલોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.પ એસ.સી. ૦.૦૦૪ (ર મિ.લિ./૧૦ લિટર પાણીમાં) ના વારા ફરતી છંટકાવ કરવાની ભલામણ છે પ્રથમ છંટકાવ પ૦ ટકા ફૂલ અવસ્થાએ અને બીજો છંટકાવ પ્રથમ છંટકાવ બાદ ૧પ દિવસે કરવો. કલોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.પ એસ.સી. દવાનો છેલ્લા છંટકાવ અને કાપણી વચ્ચેનો સમયગાળો ૧૧ દિવસનો જાળવવો.