ચણા એ ગુજરાતનો મુખ્ય શિયાળુ પાક છે. ગુજરાતમાં વર્ષ ર૦ર૩-ર૪ માં ચણાનું ૬.૩૧ લાખ હેકટરમાં વાવેતર થયેલ હતુ. જેમાંથી ૧૧.૦પ લાખ ટન ઉત્પાદન પ્રતિ હેકટરે ૧૭પ૩ કિલોની ઉત્પાદકતા મુજબ પ્રાપ્ત થયેલ. ગુજરાતમાં ચણા પિયત તેમજ બિનપિયત તરીકે વાવેતર કરવામાં આવે છે. ગુજરાતમાં કાબુલી ચણાનું વાવેતર ખુબ જ નહિવત વિસ્તારમાં થતુ હતુ, પરંતુ ખેડુતોને સારા ભાવ મળવાથી તેમજ માંગ વધવાથી હવે ધીમે-ધીમે કાબુલી ચણાનો વાવેતર વિસ્તાર વધતો જાય છે. શાકાહારી લોકોને પ્રોટીન મેળવવા માટે કઠોળ પાકો અગત્યના છે. જેમાં ચણા મુખ્ય કઠોળ પાક છે. ચણામાં ૧૮ થી ર૦ ટકા પ્રોટીન હોય છે. ચણા જમીનમાં પ્રતિ હેકટરે ૬૦ થી ૧૩૦ કિલોગ્રામ નાઈટ્રોજન ઉમેરે છે. ચણાના પાકનું ખેતી ખર્ચ ઘઉં જેવા પાકની સરખામણીએ ઓછુ આવે છે. ચણાનો મુખ્ય ઉપયોગ બેસન (લોટ) બનાવવામાં થાય છે. પરંતુ તેની વેલ્યુ એડેડ પ્રોડકટ (કિંમતમાં વધારો કરતી પેદાશ) જેવી કે દાળીયા, લીલા જીંજરા પણ મહત્વની છે.
પ્રસ્તાવના
ચણા