બીજ માવજત

થાયરમ/ કેપ્ટાન/ કાર્બેન્ડાઝીમ જેવી ફુગનાશક દવા ૩ ગ્રામ પ્રતિ ૧ કિ.ગ્રા. પ્રમાણે બીજને પટ આપવો. ત્યારબાદ બીજને કીટનાશક દવા ઈમીડાકલોપ્રીડ ૭૦ ડબલ્યુ.એસ. અથવા થાયોમીથોકઝામ ૭૦ ડબલ્યુ.એસ. પ ગ્રામ/ કિ.ગ્રા. પ્રમાણે પટ આપવો (મોલોમશી, તડતડીયા, થ્રીપ્સ અને સફેદમાખીના નિયંત્રણ માટે) અને છેલ્લે બીજને રાઈઝોબીયમ અને પી.એસ.બી. કલ્ચરનો ર૫૦ મિ.લિ. પ્રતિ ૮ થી ૧૦ કિ.ગ્રા. બીજ પ્રમાણે બંનેનો પટ આપવો. પ્રથમ ફુગનાશક દવાનો પટ આપવો પછી જંતુનાશક દવાનો પટ આપવો અને છેલ્લે ર કલાક બાદ રાઈઝોબીયમ કલ્ચરનો પટ આપવો.