જૂવાર માં આવતા રોગો અને તેનું નિયંત્રણ

૧) મધિયો:
1, રોગમુકત બિયારણ વાપરવુ.
2, બીજને ર૦ % મીઠાના દ્રાવણમાં બોળી હલકા બી, કસ્તર અને જાલાસ્મ દૂર કરવા. તંદુરસ્ત ભારે નીચે બેઠેલા બીને સારા પાણીથી ધોઈ સાફ કરી છાંયડામાં સુકવીને વાવણી માટે વાપરવા.
3, વાવણી ર૦ મી જુલાઈની આજુબાજુ કરવાથી રોગની શકયતાઓ ઓછી રહે છે.
4, ઝાયરમ ૦.ર% ના બે છંટકાવ કરવા તે પૈકી પ્રથમ છંટકાવ ગાભ અવસ્થામાં અને બીજો છંટકાવ ફૂલ આવી ગયા પછી કરવો. બીજા છંટકાવ વખતે ઝાયરમ ૦.ર% ની સાથે જંતુનાશકદવાનું મિશ્રણ પણ કરવું.
ર) દાણાનો આંજીયો:
1, રોગમુકત બિયારણ વાપરવુ.
2, રોગના અસરવાળા છોડ દેખાય કે તરત જ ઉપાડીને નાશ કરવો.
3, બીજને ૪ થી ૬ ગ્રામ ગંધક પ્રતિ કિ.ગ્રા. ના હિસાબે પટ આપી વાવણી કરવી.
૩) અનાવૃત આંજીયો:
1, દાણાના આંજીયા રોગ મુજબ.
૪) ડૂંડાનો આંજીયો:
1, પાકની ફેરબદલી કરવી ચાર વરસમાં એક જ વખત એ જમીનમાં જુવાર વાવવી.
પ) લંબ આંજીયો:
1, રોગની અસરવાળા છોડ કાઢીને નાશ કરવો.
2, રોગ પ્રતિકારક જાતો વાવવી.
૬) દાણાની ફૂગ:
1, દાણાની ફૂગના અસરકારક નિયંત્રણ માટે ૦.ર% થાયરમ + ૦.૦પ% કાર્બેન્ડાઝીમ અથવા ૦.ર% મેન્કોઝેબ + ૦.ર% કેપ્ટાન અથવા ૦.ર% કેપ્ટાન + ર૦૦ પીપીએમ ઓરીયોફંગીનના બે છંટકાવ કરવા. પહેલા છંટકાવ ડૂંડામાં ફૂલ આવવાના સમયે અને બીજો છંટકાવ જયારે દાણા દૂધિયા અવસ્થામાં હોય ત્યારે કરવો.
૭) કાલવ્રણ:
1, કાપણી પછી રહી ગયેલા છોડ તથા છોડના અવશેષોનો નાશ કરો.
2, ઉંડી ખેડ કરવી.
3, પાકની ફેરબદલી કરવી.
4, રોગ પ્રતિકારક જાતો વાવવી.
5, રોગ-મુકત બિયારણ વાપરવું.
6, બીજને ર થી ૩ ગ્રામ પ્રતિ કિલોના હિસાબે થાયરમ અથવા કેપ્ટાન કે ગંધક જેવી દવાનો પટ આપવો.
7, પાક વાવ્યા પછી આશરે દોઢ માસે મેન્કોઝેબ ૦.ર% નો છંટકાવ હેકટરે ૮૦૦ લિટર પ્રવાહી પ્રમાણે કરવો. વરસાદ ન હોય તેવા દિવસોમાં ૧પ દિવસના આંતરે બીજા બે છંટકાવ કરવા.