મિની ટ્રેકટર

જમીનના ખાતેદારોની સંખ્યા વધતાં, દિવસે દિવસે ખેતીલાયક જમીનનું નાના ટુકડાઓમાં વિભાજન થતું જાય છે. આથી ખેડુતોને ટ્રેકટરની કિંમત પોષાતી નથી. તેમજ બળદની જોડીનો નિભાવ પણ નાના ખાતેદારોને પોષાય તેમ નથી. આ સંજોગોમાં નાના ખેડુતોનેપોષાય તેવું ઓછી કિંમતનું મિની ટ્રેકટર ફાર્મ મશીનરી વિભાગ દ્વારા વર્ષ ૧૯૯૪ માં વિકસાવવાની પહેલ કરી.

વિશેષતા: 

  • •    આ ટ્રેકટર ૬.પ હો. પા. નું ડિઝલ એન્જીન ધરાવે છે.
  • •    ટ્રેકટરનું વજન ૪૦૦ કિગ્રા. જેટલું છે અને ભારવહન ક્ષામતા ૧.પ ટન જેટલી છે.
  • •    ખેડકાર્યમાં બળતણ વપરાશ પ્રતિ કલાકે ૦.૯ લિટર જેટલો થાય છે.
  • •    એક કલાકમાં અંદાજે ૧ વિઘામાં ખેડકાર્ય (ચવડાથી), ૩.પ વિઘામાં આંતરખેડ, અને ૩  વિઘામાં રાંપ દ્વારા ખેતકાર્ય કરી શકાય છે.
  • આપણાં ખેડુતો અને ખેતીની પરિસ્નેથિતિ અનુકુળ  યાંત્રિકીકરણ ક્ષોત્રે, આ ટ્રેકટર કિંમત અને વપરાશની દ્રષ્ટિએ ઉપયોગી થઈ રહયું છે. અવારનવાર યોજાતા કૃષિ મેળા તથા ફીલ્ડ નિદર્શનો દરમ્યાન ઘણા ખેડુતભાઈઓ, ગ્રામ્ય કારીગરો તથા ઉદ્યોગકારોએ આ યંત્રની સંતોષકારક કામગીરીથી પ્રેરણા લઈને, હાલમાં સૌરાષ્ટ્રમાં ૧૦ જેટલા ઉત્પાદકો આવા મિની ટ્રેકટરના વિવિધ મોડેલો બનાવે છે. આ ઉપરાંત, મોટી ટ્રેકટર કંપનીઓ પણ આ ક્ષોત્રમાં આગળ વધી રહી છે. આ મિની ટ્રેકટર ખેડુતભાઈઓ માટે આર્શીવાદરૂપ પુરવાર થયેલ છે.