પાવર ડિસ્ક હેરો

ટ્રેકટરથી ચાલતા સબસોઈલર દ્વારા એક દાઢા વડે જમીનની પરિસ્િથતિ મુજબ ૪૦ થી ૪પ સે.મી.ઉંડાઈ સુધીનાં ઉંડા ચીરા પાડીને, કઠણ થયેલા પડને તોડી, જમીનને પોચી અને નરમ બનાવી શકાય, જેથી વરસાદનું પાણી વધારે પ્રમાણમાં ભૂગર્ભમાં નીચે ઉતારી શકાય છે. જયારે વરસાદ ખેંચાય ત્યારે અછતની પરિસ્થિતિમાં પાકનાં મૂળ વિસ્તારમાં સંગ્રહ થયેલ ભેજનો ઉપયોગ કરી છોડ પોતાની વાનસ્પતિક વૃદ્ધિ મેળવે છે

વિશેષતા :

  •        સબસોઈલીંગ કરેલ ચાસની જમીનમાં ભેજનું પ્રમાણ વધે, બલ્ક ડેન્સીટી ઘટે (જમીન ઓછી દબાવી) તેથી મૂળતંત્ર વધુ વિકાસ થવાની  સાથે ઉત્પાદનમાં  વધારો જોવા મળે છે.
  •        મગફળીમાં એકાંતર પાટલામાં તેમજ કપાસ, તુવર અને એરંડા જેવા પાકમાં, વાવવાના દરેક ચાસમાં, સબ સોઈલિંગ કરવાથી વધુ ભેજ સંગ્રહ કરી શકાય છે.