રોટાવેટર (રોટરી ટીલર કમ કલ્ટીવેટર)
આ સાધનથી જમીનને એક જ વખત ખેડતા વાવણીલાયક બને છે. જમીનની 'ટીલ્થ'(પોત) બહુ જ સારી રીતે તૈયાર થાય છે, ખેત ઉત્પાદન ખર્ચ ઘટાડી શકાય છે, ખુબ જ ઓછા સમયમાં 'સીડબેડ' તૈયાર કરી શકાય છે, વાવણીનું કામ સારુ થાય છે તથા જમીનની ભૌતિક સ્થિતિ સારી થતી હોઈ પાક ઉત્પાદન વધે છે. કઠણ અને મુળવાળી જમીનમાં રોટર પહેલાં દાંતાથી જમીનમાં કાપો પડવાથી રોટાવેટરનું કામ સરળ થાય છે
વિશેષતા:
- • જુવાર, બાજરી, ઘઉં, ડાંગર અને શેરડી જેવા પાકો લીધા બાદ રોટાવેટરની એક જ ખેડથી જમીન ખેડાઈ જવાની સાથે પાકના અવશેષો, મૂળ, ડાંખળાં વગેરે ટુકડા થઈ જમીનમાં ભળી જાય છે.
- • આ યંત્રની સાથે લેવલીંગ તથા નીક-પાળા કરવા માટેની વધારાની ગોઠવણ પણ કરી શકાય છે.
- • આંબા, ચીકુ જેવા બાગાયતી ઝાડના બગીચામાં નિંદામણ કરવા માટે ખુબ ઉપયોગી છે.
- • પાકના અવશેષોમાંથી સેન્દ્રિય ખાતર બનતું હોવાથી જમીનની ફળદ્રુપતા વધે છે.
- • સમય, શકિત અને મૂડીરોકાણનો કાર્યક્ષામ ઉપયોગ થાય છે.
ખેડકાર્ય માટેના યંત્રો