રીવર્સીબલ ચવડાવાળુ હળ

  • આ ઓજારમાં બે ગેંગ હોય છે, જેમાં દરેક ગેંગમાં બે-બે ચવડાં હોય છે. હળના કાર્યને હાઈડ્રોલિક પ્રણાલી વડે નિયંત્રણ કરવામાં આવે છે. ચવડાવાળું હળ એ પ્રાથમિક ખેડ માટેનું ઓજાર છે.

વિશેષતા:

  • આ ઓજારથી ખેતરને કોઈપણ શેઢેથી ખેડી શકાય છે, જેથી બળતણ વપરાશ ઘટાડી શકાય છે.
  • ૩પ-૪૦ હોર્સપાવરના ટેકટરથી ચલાવી શકાય છે અને તેની કાર્યક્ષામતા ૧.પ-ર હેકટર/ દિવસ જેટલી મળે છે.
  • ખેડમાં આડા આવતા ઘાસને અને ઝાડના મુળિયાને કાપી માટીથી ઢાંકે છે જેથી જમીનની અંદર રહેલ કચરાને ખાતરમાં ફેરવવા માટે અને ભેજ સંગ્રહમાં મદદરૂપ થાય છે.
  • સેન્દ્રિય / કુદરતી ખાતરને એકસરખી રીતે જમીનમાં મિશ્રણ કરી શકાય છે.