રોગ-જીવાત વ્યવસ્થાપન

કમલમ (ડ્રેગન ફ્રૂટ) નો પાક આપણા વિસ્તારમાં નવીન પાક હોવાથી હાલમાં તેમાં કોઈ ખાસ જીવાત ખાસ જોવા મળતી નથી, પરંતુ, તેમાં અમુક રોગો આવે છે. જો કે તેનું પ્રમાણ ખુબ ઓછું છે. છતાં પણ ખેડૂતોએ રોગના વ્યવસ્થાપન માટે આગમચેતી રાખવી જરૂરી છે. 


રોગમાં મુખ્યત્વે એન્ટ્રેકનોઝ, થડનો સડો તથા ભૂખરા ડાઘ જેવા રોગ આ પાકને અસર કરે છે.

વધુ પડતા વરસાદ અથવા તો પિયતના વધુ પ્રમાણથી આ રોગો થવાનો ભય રહે છે.

જેની આગમચેતીના ભાગ રૂપે ક્લોરોથેલોનીલ ૩૦ ગ્રામ પ્રતિ પંપપ્રમાણે છંટકાવ કરવો તથા રોગગ્રસ્ત છોડમાં કાર્બેન્ડેઝીમ ૧૫ ગ્રામ પ્રતિ પંપ પાણીમાં છંટકાવ કરવો તેમજથડમાં કોપર ઓક્ષીક્લોરાઈડ ૦.૨ % દ્રાવણનું ડ્રેન્ચિંગ કરાવવું.