વિશેષ માવજત

કમલમ (ડ્રેગન ફ્રૂટ)ના પાકમાં ખાસ કરીને કેળવણી ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે. છોડના યોગ્ય વૃદ્ધિ અને વિકાસ માટે તેને કોંક્રીટ અથવા લાકડાના સ્તંભો દ્વારા આધાર પૂરો પડવો જોઈએ.

અપરિપક્વ છોડને સ્તંભો સાથે બાંધીને કેળવણી આપવી તેમજ છોડની બાજુની ડાળીઓ મર્યાદિત રાખવી. મુખ્ય ડાળી પણ માત્ર ૨ કે ૩ જ રાખવી જોઈએ.