ખાતર વ્યવસ્થાપન

સેન્દ્રીય ખાતરો છોડની વૃદ્ધિ અને વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આથી છોડ દીઠ ૧૦ થી ૧૫ કિલોગ્રામ સેન્દ્રીય ખાતર આપવું. જેના પ્રમાણમાં દર વર્ષે ૨ કિલોગ્રામ જેટલો વધારો કરવો. આ ફળને વાનસ્પતિક વૃદ્ધિ માટે રાસાયણિક ખાતરોની પણ જરૂર પડે છે.

જે માટે યુરીયા-૭૦ ગ્રામ, સિંગલ સુપર ફોસ્ફેટ-૯૦ ગ્રામ અને મ્યુરેટ ઓફ પોટાશ-૪૦ ગ્રામ પ્રતિ છોડ પ્રમાણે પ્રતિ વર્ષ આપવું.