જાત તથા સંવર્ધન

આ પાકની હાલમાં કોઈ મુખ્ય જાતો ઉપલબ્ધ નથી. પરંતુ થાઈલેન્ડ તથા વિયેતનામથી આયાત કરેલી જાતોનું વાવેતર થાય છે. જેમાં સફેદ અથવા લાલ માવાદર જતો પ્રચલિત છે. 


તેના સંવર્ધનની વાત કરીએ તો, સામાન્ય પદ્ધતિ કટકા દ્વારા થાય છે જેના માટે સારી ગુણવતાવાળા માતૃ છોડમાંથી કટકા કાપવા અને તેનો ઉપયોગ કરવો જોઈએ. રોપણી માટે ૨૦ સેન્ટીમીટર લંબાઈના કટકાનો ઉપયોગ કરવો જોઈએ.