કમલમ (ડ્રેગન ફ્રૂટ) ની મુખ્ય લાક્ષણિકતાઓ

  1. લગભગ બધા જ પ્રકારની જમીનમાં વાવી શકાય છે. 
  2. પાણીની તથા પાક સાર સંભાળની ઓછી જરૂરીયાત રહે છે. 
  3. ભારતીય આબોહવા તથા પરિસ્થિતિમાં સાનુકુળ છે. 
  4. કાપેલ પાકના કટકા પુનઃ સંવર્ધન માટે વેચાણ કરવા ઉપયોગી છે. 
  5. સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય બજારમાં ખુબ જ ભારે માંગ છે. 
  6. ફળના આરોગ્યપ્રદ લાભો જેવા કે, વિટામિન્સ અને ખનીજ ક્ષારોનું ઊંચું પ્રમાણ, પ્રોટીન, ચરબી તથા એન્ટીઓક્ષીડન્ટનો સારો સ્ત્રોત, કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ, સંધિવા તથા અસ્થમા રોકવામાં મદદરૂપ.