આઈ.સી.એ.આર. અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ફાર્મર ફર્સ્ટ પ્રોજેક્ટ ૩૦ જાન્યુઆરી, ૨૦૧૭માં વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી હેઠળ ચાલુ કરવામાં આવ્યો. જેમાં અમરેલી જીલ્લાના બગસરા તાલુકાના પસંદ કરેલા ચાર ગામો માંથીપસંદ કરેલા ખેડૂતો સાથે મળીને કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા જુદી જુદી ટેકનોલોજીનો સમન્વય કરીને જુદા જુદા મોડ્યુલ બનાવવામાં આવેલ છે. જેમાં ખેડૂતોને ખાતર, દવા, બિયારણ વગેરે ઈનપુટ આપવામાં આવે છે.
ખેડૂતો વડે ઉપયોગમાં લેવાતી ટેકનોલોજી અને વૈજ્ઞાનિકો દ્વારા ભલામણ કરવામાં આવતી ટેકનોલોજીનો ઉપયોગ કરી, ખેડૂતોના પોતાની પરિસ્થિતિમાં અનુકુળ આવતી નવી ટેકનોલોજી અપનાવતા થાય તે માટે તાલીમ, કિશાન ગોષ્ઠી, કૃષિ સાહિત્ય, ક્ષેત્રીય દિવસ વગેરે દ્વારા માહિતગાર કરવામાં આવે છે. પરિણામ સ્વરૂપે ખેડૂતો નવી ભલામણોનો ઉપયોગ કરતા થયા છે અને ખેડૂતોને પાક અને દૂધ ઉત્પાદનમાં વધારો જોવા મળેલ છે.