મેરા ગાંઉ મેરા ગૌરવ યોજનાભારત સરકારશ્રી ની ખુબજ ઇનોવેટીવ પહેલ છે.આ યોજના ના મુખ્ય હેતુઓદત્તક લીધેલા ગામોમાંવૈજ્ઞાનિકોરૂબરૂ મુલાકાતો લઇ ખેડૂતોને ખેતીને લગતી જરૂરી દરેક માહિતી,તજજ્ઞતાઓ, જ્ઞાન તેમજ સલાહ સૂચનો નિયમિત આપવામાં આવે છે.
આ યોજનામાં વૈજ્ઞાનિકો દ્વારા આજુબાજુના વિસ્તાર/જીલ્લાઓના ગામો દત્તક લેવામાં આવેછે. અને આ ગામની રેગ્યુલર રૂબરૂ મુલાકાતો લઇ તાલીમો, ખેડૂત શીબીરો વગેરે ગોઠવી ખેતીની આધુનિક માહિતીઓ આપે છે.તેમજ ટેલીફોન અને મેસેજીસ દ્વારા ખેડૂતોનાં નિયમિત સંપર્કમાં રહે છે.આ ઉપરાંત આ યોજનામાં ખેડૂતો ના ખેતર પર જુદા-જુદા પાકોની નવીનજાતો તેમજ આધુનિક તાંત્રિકતાઓપર નિદશૅનો પણ યોજવામાં આવે છે, જેથી ખેડૂતો તેનાથી માહિતગાર થાય અને પરિણામો પોતે જાતે લઇ શકે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીમાં મેરા ગાંઉ મેરા ગૌરવ યોજના અંતર્ગત કુલ ૩૪વૈજ્ઞાનિકોની ટીમો કાર્યરત છે જેમાં કુલ૧૧૯વૈજ્ઞાનિકો,જુદા-જુદા જીલ્લાઓના ગામડાઓમાં વિવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.આ યોજનામાં સૌરાષ્ટ્ર ના કુલ ૧૬૯ગામોને દત્તક લેવામાં આવેલ છે.