જૂનાગઢ જનવાણી ૯૧.૨ MHz

      જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા જૂનાગઢ જનવાણી કેન્દ્ર કાર્યરત છે. જેમાં યુનિવર્સિટીથી ૧૨ થી ૧૬ કિ.મી. ની ત્રિજયામાં આવતા વિસ્તારમાં FM રેડિયો દ્વારા વિવિધ વિષયોની માહિતી પ્રસારિત કરવામાં આવે છે. જેમાં સ્થાનિક ભાષા અને બોલીમાં કૃષિ, પશુપાલન, કૃષિ ઈજનેરીને લગતા વિષયો તેમજ શિક્ષણ અને સાંસ્કૃતિક મુલ્યોનું જતન થાય તેવા કાર્યક્રમનું સર્જન અને પ્રસારણ કરવામાં આવે છે. આ કાર્યક્રમોનું પ્રસારણ દરરોજ સવારે ૮:૦૦ કલાકે અને સાંજે ૫:૦૦ કલાકે કરવામાં આવે છે.